જમીન કૌભાંડના આરોપીએ ભૂખ હડતાળ કરી અને કોર્ટમાં રજુ થવાના સમયે પોલીસમાં વાનમાં બેસી રહી નાટક કર્યા
રાજકોટમાં જમીન કૌભાંડમાં પકડાયેલા નામચીન આરોપી રમેશ રાણા મકવાણા દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાં ભૂખ હડતાળ પર ઉતરી જેલમાં સલામતી જોખમાઈ તેવું કૃત્ય કરતા જેલર દ્વારા પ્રિઝન એક્ટ હેઠળ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોધી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ રાજકોટ સેન્ટ્રલ જેલના જેલર એચ.ટાંકે ફરીયાદમાં જણાવ્યું છે કે, આરોપી રમેશને ગઈ તા.24ના રોજ રાજકોટ જેલમાં લઈ આવવામાં આવ્યો હતો. તેના આગલા દિવસે પ્ર.નગર પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. તે વખતે તે પાંચમા માળે આવેલી કોર્ટમાં ગયો ન હતો. તેની બદલે આંખો બંધ કરી સુઈ ગયો હતો.આખરે તેનું પ્રોડક્શન વીડિયો કોલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વખતે કોર્ટે નામ પોકારતા તે પોલીસ વેનમાં સુતો હોવાનું જણાઈ આવ્યું હતું. તેણે કોઈ જવાબ નહીં આપતા તેના વકિલે કોર્ટને જણાવ્યું કે તેના અસીલે ગઈ તા.21થી અન્નજળનો ત્યાગ કર્યો છે. જેથી કોર્ટે નીચે આવી પોલીસ વેનમાં તેનું પ્રોડક્શન કર્યુ હતું.
સાથોસાથનિરીક્ષણ માટે તેનું નામ પોકારતા કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી કોર્ટ દ્વારા પ્ર.નગર પોલીસના સંબંધિત અધિકારીને 108માં આરોપીને તાત્કાલિક સારવાર અપાવવાનું જણાવતા તેને સિવિલ લઈ જવાયો હતો.સિવિલમાંથી રજા અપાતા ગઈ તા.24મીએ બપોરે તેને જેલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં પણ તેણે ભુખ હડતાલ ચાલુ રાખતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય મુજબ તેને ગઈ તા. 11ના રોજ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.બાદ તેને ત્યાંથી રાજા આપી દેવતા ફરી જેલમાં ધકેલાયો હતો.જેથી તેને જેલમાં સલામતી જોખમાઈ તેવું કૃત્ય કરતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે