ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ બધા રાજકીય પક્ષોએ તનતોડ મહેનત ચાલુ કરી દીધી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પહેલે થી જ પોતાની જીતનો પ્રબળ દાવો કરી રહી છે અને પહેલી યાદીમાં 160 જેટલા ઉમેદવારોની જાહેરાત કરેલી હતી. ત્યારબાદ 22 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી રાખેલી હતી
ભાજપ દ્વારા ૬ ઉમેદવારોની બીજી યાદી કરાઈ જાહેર
ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે જેમાં ૬ લોકોને સ્થાન આપવામાં આવ્યું છે
ખંભાળિયા થી મુળુભાઈ બેરા
કુતિયાણા થી ડેલીપેડ ઓડેદરા
ડેડીયાપાડા થી હિતેશ વસાવા
ધોરાજી થી મહેન્દ્ર પાડલીયા
ભાવનગર પૂર્વ થી સેજલબેન પંડ્યા
ચોર્યાસી થી સંદીપ દેસાઈ
ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ પણ 16 ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ છેલ્લા 16 ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટી કેવી રીતે તૈયાર કરી બહાર પાડે છે હાલ તો આ ૬ ઉમેદવારોને બધેથી અભિનંદનની વર્ષા થયેલી જાણવા મળી રહી છે