કેશોદ ધારાસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે દેવાભાઈ માલમ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. કેશોદના સ્ટેશન રોડ પર આવેલા ખાનગી પ્લોટમાં શહેર તાલુકા ભાજપના આગેવાનો હોદેદારો કાર્યકરો સહિત ચુંટાયેલા સભ્યો એકઠાં થયાં હતાં. કેશોદના સ્ટેશન રોડ પર થી ડી જે નાં તાલે રેલી યોજી ચાર ચોક ખાતે ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શરદચોક વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરી નાયબ કલેકટર કચેરીએ ઉમેદવારી ફોર્મ રજું કર્યું હતું.
કેશોદ ધારાસભાની બેઠક પર સતાધારી ભાજપના કબજામાં છેલ્લી છ ટર્મથી રહેલી છે અને ગુજરાત રાજ્ય સરકાર નાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ ને ભાજપા દ્વારા રીપીટ કરી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કેશોદ ધારાસભા મતવિસ્તારમાં સતાધારી પક્ષ પાસે કેશોદ નગરપાલિકા, કેશોદ તાલુકા પંચાયત સહિત સહકારી ક્ષેત્રમાં પણ સત્તાસ્થાને છે. કેશોદ ધારાસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ દ્વારા ઉમેદવારી નોંધાવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફરીથી મતદારો જંગી બહુમતીથી વિજયી બનાવશે.