માહિ ડેરી દ્વારા દૂધની ખરીદીનો કિલો ફેટનો ભાવ વધારીને રૂ.770નો કરાયો

રાજ્યમાં આ વર્ષે પશુઓના ખાણ દાણની કિંમતોમાં સતત વધારો થતા પશુપાલકોની સ્થિતિ કપરી બની ગઇ છે ત્યારે સૌરાષ્ટ્ર – કચ્છના ખેડૂતોની પોતાની સંસ્થા – માહી ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં કિલો ફેટદીઠ રૂ .10 નો વધારો કરી કિલો ફેટના ભાવ રૂ . 700 કરી દેવાતા પશુપાલકોમાં આનંદ છવાઇ ગયો છે . અને ઉલ્લેખનીય છે કે માહી ડેરી દ્વારા દૂધ ઉત્પાદક સદસ્યોના હિતમાં ટૂંકા સમયગાળામાં ચોથી વખત આ ભાવ વધારો કરવામાં આવ્યો છે .

રાજ્યમાં પશુઓના ખાણ દાણની કિંમતોમાં દિન – પ્રતિદિન વધારો થઇ રહ્યો છે . લીલા ચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે તેની સાથે સાથે દાણ બનાવતી મોટાભાગની કંપનીઓએ દાણની બેગના ભાવમાં પણ અસહ વધારો કરી દીધો છે ત્યારે પશુપાલકોની મુશ્કેલ સ્થિતિને ધ્યાને લઇને દૂધ ઉત્પાદકોની પોતાની સંસ્થા માહી ડેરીએ દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેતા માહી ડેરીના દૂધ ઉત્પાદક સભ્યોમાં હરખની હેલી છવાઇ ગઇ છે . માહી ડેરી દ્વારા પશુપાલકોને હાલમાં દૂધના ચૂકવાતા કિલો ફેટદીઠ ભાવમાં રૂ . 10 નો વધારો કરીને દૂધના કિલો ફેટદીઠ રૂ . 70 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . માહી ડેરી દ્વારા કરવામાં આવેલા દૂધના ખરીદ ભાવમાં વધારાનો લાભ સૌરાષ્ટ્ર – કચ્છના 11 જિલ્લાઓના માહી ડેરીમાં દૂધ ભરતા એક લાખથી વધુ દૂધ ઉત્પાદક સદસ્યોને મળશે .

અત્રે ઉલ્લેખનીય છે કે માહી ડેરીએ માહી દૂધના ખરીદ ભાવમાં ટૂંકા સમયગાળા દરમિયાન આ ચોથી વખત વધારો કર્યો છે . માહી ડેરી દ્વારા કરાયેલા આ દૂધ ખરીદ ભાવ વધારાને કારણે પશુપાલકોની સમસ્યા મહદ અંશે હળવી બનશે . હાલ માહી ડેરી દ્વારા દૂધ ઉત્પાદક સભ્યોના હિતમાં લેવામાં આવેલા આ નિર્ણયના કારણે પશુપાલકો માટે તો લાપસીના આંધણ મૂકવા જેવો માહોલ સર્જાયો છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.