કોઈ પણ કંપનીના એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદીયા બાદ બધાની એક જ પરેશાની હોય છે એ છે આ ફોન થોડા સમય સારો ચાલુ થયા બાદ ત્રેની સ્પીડમાં ઘટાડો થઈ જાય છે.આદરેક વ્યક્તિ પોતાના સ્માર્ટફોનમાં આ પરેશાની અનુભવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે તમારા સ્માર્ટફોનને ફ્રી રાખી શકાય.

દરેક એન્ડ્રોઇડ ફોનમાં ઘણી એવી એપ હોય છે જેને આપણે અનઇન્સ્ટોલ કરી શકતા નથી.આ એપ મેન્યુફેક્ચરર દ્વારા આપવામાં આવેલી છે.આથી તેને આપણે ડિસેબલ પણ કરી શકતા નથી.આ ઉપરાંત ઘણી એવી એપ છે જે આપના ફોનમાં એક જ કામ વગર પડી રહે છે જે ફોનની સ્પીડને સ્લો કરે છે.

ઘણી એવી એપ પણ હોય છે જે ઓનલાઇન સર્વિસ સાથે જોડાયેલી હોય છે.તો કેટલીક એપ ફોન ચાલુ થતાં જ કામ કરવાનું શરૂ કરી દે છે.આવી એપને બંઘ કરવા અંતે તમારે સેટિંગમાં લઈ એપ મેનેજર પર ક્લિક કરો. અહી તમને બઘી એપ દેખાશે. જે એપણું કામ તમારે ન હોય તે એપને તમે હટાવી લો જેથી ફોન મેમરી ફ્રી રહે અને તમારા ફોની સ્પીડમાં પણ વાઘરો થાય.

  • ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને આરએમ,મેમરીનું જો કોંબીનેશન નહીં હોય તો તમારો ફોન સ્લો ચાલશે.જો તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમનું પ્રોસેસ જૂનું થઈ ગયું હોય તો પણ તમારો ફોન સ્લો ચાલે છે.આથી ફોનની સ્પીડમાં વાઘરો કરવામાં તે નવું અપગ્રેડ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો પરંતુ એ વર્ઝન ડાઉનલોડ કરતાં પેહલા એ જાણો કે તે તમારા ફોન સાથે મેચ સાથે કે નહી.
  • આપણે ઘણી વાર એવી એપ ડાઉનલોડ કરીએ છીએ જે અપડેટ થવાથી સાથે જે વઘુ સ્ટોરેજ રોકે છે જેના લીધે ફોનની આરઇએમ ફૂલ થાય છે. આથી આવી એપને અપડેટ કરવાને બદલે તેને અનઇન્સ્ટોલ કરી નાખો જેથી તમારા ફોનની સ્પીડ ઓછીના થાય.
  • ઘણી એપ એવી હોય છે જે ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલે છે. આવી એપ એ ફોનની સ્પીડને સ્લો કરી દે છે. આથી આવી એપને તમે અનઇન્સ્ટોલકરી શકો છો.
  • ઘણી વખત તમારા ફોનમાં એટલા ફોટો,વિડીયો અને ફાઇલ્સ પડેલી હોય છે જેના લીધે તમારા ફોનની મેમરી ફૂલ થઈ જાય છે. આથી તમારે જરૂર હોય તેવી જ ફાઇલ્સને ફોટા રાખો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.