વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે પોલીસ સ્ટાફ દ્વારા નિષ્પક્ષ રીતે ફરજ બજાવે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ભક્તિનગર પોલીસ મથક ખાતે પોલીસ સ્ટાફનો રોલ કોલ રાખ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કંઇ પ્રશ્ર્ન હોય તો ત્યાં જ ઉકેલ લાવવાના પ્રયાસ કર્યા હતા. પ્રજા લક્ષી કાર્યપધ્ધતિથી કામ કરવા અને શુ બદલાવ લાવવો તે અંગે પોલીસ સ્ટાફ સાથે સંવાદ કર્યો હતો.
પોલીસ સ્ટેશને આવતા અરજદારોને સારી રીતે સાંભળવા અને કાયદાકીય જોગવાય અનુસાર નિષ્પક્ષ રીતે ઉકેલ લાવવા અને પ્રજા લક્ષી કામગીરી કરવા, પોલીસ મથકમાં સાફ સફાઇ ઉપરાંત પોલીસ સ્ટેશનનું વાતાવરણ પ્રજા લક્ષી રહે તેવું માર્ગ દર્શન આપ્યું હતું. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સારી રીતે કામગીરી કરી શકે તે માટે પોતાના આરોગ્ય બાબતે જાગૃત રહી વોકીંગ, જોગીંગ, રનીંગ, યોગા અને પ્રણાયમ જેવી શારિરીક પ્રવૃતિ પર ભાર મુકયો છે. પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્ર્વાસ વધે તેવી ફરજો બજાવી પ્રજા લક્ષી કામગીરી કરવી પોતે ગર્વ અનુભવે, પોલીસ સ્ટાફના ઉત્સાહ વધે તેવું પ્રેરક બળ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પુરૂ પાડયું છે.