આમાં સાચુ કોણ વન તંત્ર કે વહિવટી તંત્ર ?
ઉતારા મંડળના સંચાલકો કહે છેકે 15 લાખથી વધુ ભાવિકો જોડાયા હતા
એક તરફ ઉતારા મંડળના સંચાલકો, ગિરનાર ક્ષેત્રના ભોમિયા ગણાતા લોકો દ્વારા ગિરનારની પરિક્રમામાં 15 લાખથી વધુ ભાવિકો ઉમટીયા હોવાનું જણાવી રહ્યા છે. તો બીજી બાજુ વન તંત્ર દ્વારા પરિક્રમામાં 11.54 લાખ ભાવિકો આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરાયા બાદ વહીવટી તંત્રએ ગઈકાલે પરિક્રમામાં 12.43 લાખ ભાવિકો આવ્યા હોવાની સત્તાવાર માહિતી આપી છે ત્યારે સાચું કોણ તે પ્રશ્ન લોકોમાં સળવળી રહ્યો છે.
છેલ્લા બે વર્ષ કોરોનાના કારણે લીલી પરિક્રમા બંધ રહ્યા બાદ આ વર્ષે લીલી પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ જાણકારો અને તંત્ર દ્વારા પરિક્રમાથીઓની સંખ્યા વધશે અને 10 લાખથી વધુ પરિક્રમાર્થીઓ આ પરિક્રમામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી હતી. ત્યારે આ વખતની પરિક્રમામાં ખૂબ મોટી પ્રમાણમાં પરિક્રમાથીઓ ગિરનારની લીલી પરિક્રમામાં ઉમટીયા હતા અને છેલ્લા ત્રણ દિવસ આ પરિક્રમાર્થીઓને પોતાના વતનમાં જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, અને તંત્રને પણ પરિક્રમાના બે દિવસ પૂર્વે પરિક્રમાર્થીઓની ભીડ વધી જતા બે દિવસ અગાઉ પરિક્રમા શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે આ વખતે 11 લાખ કરતાં ઉપર ભાવિકો પરિક્રમામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ થયું હતું.
આ દરમિયાન વન વિભાગના ઇગલ વાયરલેસ સેન્ટર દ્વારા કુલ 11,52,855 ભાવિકોએ લીલી પરિક્રમા પૂરી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 12.43 લાખ ભાવિકોએ આ વખતની લીલી પરિક્રમા પૂર્ણ કરી હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું છે. ત્યારે બંને આંકડા વચ્ચે 901 ની સંખ્યાનો ફેર આવી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર સાચું કે વન વિભાગ
સાચું તે એક મોટો પ્રશ્ન ફળો થયો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા પરિક્રમાથી ઓ ની આંકડામાં વધઘટ આમ જોઈએ તો હવે કોઈ મહત્વ ધરાવતું નથી પરંતુ પરિક્રમાના આયોજનના મુખ્ય બે વિભાગો દ્વારા જ પરિક્રમાથીઓની સંખ્યામાં 90,145 જેટલી સંખ્યા ના વધઘટ પછી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું વહીવટી તંત્ર વધારે આંકડા બતાવવા માંગે છે ? અથવા શું વન વિભાગ ઓછા આંકડા દર્શાવવા માંગે છે ? અને બંને તંત્ર દ્વારા જે આંકડા અલગ અલગ છે તે આંકડા અલગ અલગ નોંધાયા હોવાનું કારણ શું ?
અત્રે નોંધનીય છે કે વન વિભાગ દ્વારા દર વર્ષે જે પરિક્રમાથીઓ પરિક્રમાના રુટ ઉપરથી પસાર થાય છે અને કેટલા પરિક્રમાથીઓ વનમાં પ્રવેશે છે તેની ગણતરી કરવામાં આવે છે, અને દર વર્ષે તે મુજબના આંકડા જાહેર થાય છે. ત્યારે વહીવટી તંત્રએ જાહેર કરેલા આંકડા કઈ રીતે જાહેર કરવામાં આવ્યા ? અને આ આંકડા કોણે આપ્યા ? એ પણ અવગણી ન શકાય તેવો સવાલ એક મોટો સવાલ બની ખડો થયો છે.