અમદાવાદ મહાનગર ભાજપ દ્વારા ચૂંટણી વ્યવસ્થા માટે ઉપયોગી 18 મુદ્દાઓની યાદી બનાવાઇ જે ફૂટી જતા જબરો ખળભળાટ
વિધાનસભાની આગામી ચૂંટણીમાં વ્યવસ્થામાં જે ઉપયોગી થઇ શકે તેવા અલગ-અલગ 18 મુદ્ાઓની અમદાવાદ મહાનગર ભાજપ દ્વારા યાદી બનાવવામાં આવી છે. પક્ષની અત્યંત ગુપ્ત ગણાતી આ માહિતીનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતાં જબ્બરો હોબાળો મચી ગયો છે. કારણ કે આ મુદ્ામાં 13મો મુદ્ો એવો છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણા અર્થાત ભાજપના સમર્થક ન હોય તેવા બૂટલેગરોની યાદી બનાવી તત્કાલ મોકલવા જણાવવામાં આવ્યું છે. આ મુદ્ાથી ભારે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષભાઇ દોશી દ્વારા આ પત્ર મીડિયાકર્મીઓને મોકલવામાં આવ્યો છે. દરમિયાન ભાજપના સૂત્રો આ પત્રને એકદમ કથિત ગણાવી રહ્યા છે અને પત્ર ખોટો હોય તેવું જણાવી રહ્યા છે.
ચૂંટણી વ્યવસ્થા માટે બનાવવામાં આવેલા અતિ ઉપયોગી એવા 18 મુદ્ામાં અસંતુષ્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે આપણા અસંતુષ્ટોની યાદી તૈયાર કરવી અને તેમને સમજાવી સારી રીતે કામ કરે તે માટે વ્યવસ્થા કરવી સાથોસાથ હરીફ રાજકીય પાર્ટીના અસંતુષ્ટોની યાદી તૈયાર કરી તેનો ભાજપને લાભ મળે અને તેનો કંઇ રીતે ઉપયોગ કરી શકાય તેનું આયોજન કરવું. ભાજપના સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી તૈયાર કરી તાત્કાલીક મોકલવી, ફોર્મ ભરવાની પ્રક્રિયા વખતે દરેક સમાજને આવરી લેવાઇ તેનું ધ્યાન રાખવું, પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટેની જાહેર સભા મજબૂત રીતે યોજાઇ તેનું ધ્યાન રાખવું, તમામ કાર્યકર્તાઓ તેમજ સંઘના સ્વયંસેવકોના પરિવારના સભ્યો ચૂંટણીના દિવસે સવારે 10 વાગ્યા પહેલા અચૂક મતદાન કરી લ્યે તે માટેની વ્યવસ્થા ગોઠવવી અને મતદાનના દિવસે સવારે 4 વાગ્યાથી કોલ સેન્ટર મારફતે મુખ્ય કાર્યકર્તાઓને ફોન કરી મતદાનની કામગીરી માટે કામે લાગી જવા તાકીદ કરવામાં આવી છે. અલગ-અલગ જે 18 મુદ્ાઓ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વિવાદાસ્પદ મુદ્ો એ છે કે ભાજપના સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી તૈયારી કરી તાત્કાલીક ધોરણે બનાવવા તાકીદ કરાઇ છે. આ મુદ્ાથી આગામી દિવસોમાં નવો વિવાદ થાય તેવી સંભાવના જણાઇ રહી છે.