ભગવતીપરા, નવાગામ, લલુડી વોંકળી, શીતલાધાર, કોઠારીયા ચોકડી, રૈયાધાર, મફતીયાપરા અને મનપુરમાં દરોા પાડી ત્રણ મહિલા સહિત 11 શખ્સોની ધરપકડ
શહેરના સ્લમ વિસ્તારોમાં ગૃહ ઉઘોગોની જેમ દેશીદારુના હાટડાઓ ધમધમી રહ્યા છે પરંતુ પોલીસની બાજનજરમાંથી મલાયવાળા મગરમચ્છો છટકી નથી શકતા પરંતુ નાની માછલીઓ છટકી જાય છે. ત્યારે પ્રજા દ્વારા કણકોલટ વિસ્તારમાં દેશીદારુ વેંચાણ પર જનતા રેડ કરતા શહેર પોલીસ સફાળી જાગી 11 સ્થળોએ દરોડો પાડી ત્રણ મહિલા સહીત 11 શખ્સોની ધરપકડ કરી દેશીદારુ સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ભગવતીપરા શેરી નં.3 માં રહેતા રઘુભા ગંભીરસિંહ જાડેજાને ભગવતીપરા, રેલવે પુલ પાસેથી નવાગામ રાણપુર, વાંકાનેર રોડ પર રહેતો દાના ગોકુળભાઇ ધામેચાને ત્રિવેણી ગેટ પાસેથી ભગવતીપરા-7 માં રહેતી નીરુ મનોજભાઇ મકવાણાને તેના મકાન પાસેથી બી ડીવીઝન પોલીસે દેશી દારુ સાથે ઝડપી લીધા છે. જયારે એરપોર્ટ પોલીસે લધાભાઇ મેરને નવાગામ (બામણબોર) પ્રાથમીક શાળા પાસેથી પ્રવિણ કેશુભાઇ ને બાવરણ ગામે દેવીપુજક વાસમાંથી દેશી દારુ સાથે ઝડપી લીધા છે.
ભકિતનગર પોલીસે લલુડી વોકળી પાસે રહેતો રણછોડ ઓધવભાઇ ચુડાસમાને તેના મકાન પાસેથી દેશીદારુ સાથે ઝડપી લીધો છે. આજી ડેમ પોલીસે શીતળા ધાર રપ વારીયા સરદાર ગૌશાળા પાસે ઝુપડામાં રહેતો વિનોદ વરજાંગભાઇ ને તેના મકાન પાસેથી તેમ જ પીરવાડી શેરી નં. 1 માં રહેતો વિજય રામજીભાઇ ધોળકીયાને ગોંડલ ચોકડી પાસેથી દેશીદારુ સાથે ઝડપી લીધા છે.ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસે રૈયાધાર મફતીયાનગરમાં રહેતા જીતું રમેશભાઇ વજેલીયાને તેના મકાનમાંથી દેશી દારુ સાથ તેમ જ કિડની હોસ્પિટલ પાછળ રહેતી મંજુ રામભાઇ સોલંકીને તેના મકાન પાસેથી રૈયાધાર મફતીયપરામાં રહેતી સગુબેન દેવજીભાઇ વાઘેલાને રૈયાધાર મફતીયાપરા પાસેથી દેશીદારુ સાથે અને જામનગર રોડ પર મનહરપુર-1 પાણીના ટાંકા પાસે રહેતી મુની અલતાફભાઇ પરમારને તેના મકાન પાસેથી દેશીદારુ સાથ ઝડપી લીધી છે.