20 કોર્ષના 42 હજારથી વધુ વિધાર્થીઓ 10 દિવસ સુધી પરીક્ષા આપશે: એક દિવસમાં એક જ પેપર લેવાશે: બી.કોમ સહિતની મોટી ફેકલ્ટી જેના પેપર ઓફલાઈન મોકલાવવામાં આવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી જુદા જુદા 20 જેટલા કોર્સના 42,099 વિદ્યાર્થીની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે ત્યારે આ વખતની પરીક્ષામાં પણ ક્યૂપિડીએસ સિસ્ટમ સંપૂર્ણ પણે લાગુ નહીં થઇ શકે કારણ કે બી.કોમ સહિતની કેટલીક ફેકલ્ટીના પ્રશ્નપત્ર 13થી 14 પાનાના હોવાથી માત્ર એક કલાક પહેલા એક કેન્દ્રામાં 400થી 500 વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રની પ્રિન્ટ નીકળી શકે તેમ નહીં હોવાથી આવી ફેકલ્ટીના અંદાજિત 26 હજારથી વધુ વિદ્યાર્થીઓના પેપર ઓફલાઈન મોકલવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આ વખતની પરીક્ષામાં એક દિવસમાં એક જ પેપર લેવાનાર છે જેનાથી કોલેજ સંચાલકોને રાહત થઇ છે. અગાઉ એક દિવસમાં ત્રણ ત્રણ પેપર લેવાતા હોવાથી માત્ર એક કે દોઢ કલાકના સમયગાળામાં જ બીજું પેપર શરૂ થવાનું હોય કોલેજ સંચાલકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. ક્યારેક એક જ વિદ્યાર્થીને ત્રણેય સમયનું પેપર આપવાના કિસ્સા પણ બન્યા છે. યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આ વખતની પરીક્ષામાં એક દિવસમાં એક જ પેપર લેવાનાર છે જેનાથી કોલેજ સંચાલકોને રાહત થઇ છે. અગાઉ એક દિવસમાં ત્રણ ત્રણ પેપર લેવાતા હોવાથી માત્ર એક કે દોઢ કલાકના સમયગાળામાં જ બીજું પેપર શરૂ થવાનું હોય કોલેજ સંચાલકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. ક્યારેક એક જ વિદ્યાર્થીને ત્રણેય સમયનું પેપર આપવાના કિસ્સા પણ બન્યા છે.