મોડલ ઈકોનોમિક ટાઉનશીપ લી. રિલાયન્સની પેટા કંપની સાથે ઔદ્યોગિક વ્યાપ વધશે
ગુરુગ્રામ, 8 નવેમ્બર 2022:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટસિટી), હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. સિટી જાપાન ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ છે અને તેની સંકલિત ઔદ્યોગિક ટાઉનશિપમાં ચાર અગ્રણી જાપાનીઝ કંપનીઓ ધરાવે છે. નિહોન કોહડેન આ ચાર જાપાનીઝ કંપનીઓમાંની એક કંપની છે અને મેડિકલ ઉપકરણોના ઉત્પાદકે તાજેતરમાં મેટ સિટી ખાતે તેમના પ્લોટ પર ભૂમિપૂજન સમારંભ આયોજિત કર્યો હતો. નિહોન કોહડેનની આ સુવિધા ભારતમાં તેમની સૌથી મોટી ઉત્પાદન સુવિધા તૈયાર થશે અને તે હરિયાણા અને ઉત્તર ભારતમાં કંપનીઓ સ્થાપવા માટે અગ્રણી સ્થાન તરીકે મેટ સિટીની સ્થિતિને વધુ વિસ્તારશે. મેટ સિટીમાં પેનાસોનિક, ડેન્સો અને ટી-સુઝુકી અન્ય જાપાનીઝ કંપનીઓ આવેલી છે.
ભૂમિપૂજન સમારંભ પ્રસંગે મેટ સિટીના સીઇઓ અને ડબ્લ્યૂટીડી એસ. વી. ગોયલે જણાવ્યું હતું કે, અમે મેટ સિટી ખાતે નિહોન કોહડેનની સુવિધા શરૂ કરીને ખૂબ જ ખુશ છીએ. 400થી વધુ ઔદ્યોગિક ગ્રાહકો, વોક-ટુ-વર્ક માસ્ટરપ્લાન અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મેટ સિટી આજે ઉત્તર ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાંનું એક છે.
મેટ સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ હેડ વૈભવ મિત્તલે જણાવ્યું કે, નિહોન કોહડેન તરફથી મેટ સિટી ખાતે સ્થાપવામાં આવી રહેલી આ વિશ્વકક્ષાની સુવિધા મેળવીને અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. જેમ જેમ આપણે વિકાસ કરીએ છીએ તેમ તેમ અમે વધુ ને વધુ જાપાનીઝ કંપનીઓને મેટ સિટી સુધી પહોંચાડવા અને તેને ઉત્તર ભારતના સૌથી વધુ લોકપ્રિય બિઝનેસ શહેરોમાંનું એક બનાવવાનો પ્રયત્ન જારી રાખીએ છીએ.
નિહોન કોહેડન ઈન્ડિયા પ્રા.લી.ના મેનેજીગ ડિરેકટર કેન્તરો કુસાનો, ચીફ ઓપરેટીંગ ઓફીસ અનિલ શ્રીવાસ્તવ, ચીફ ફાઈનાન્સ ઓફિસર સમીર સેહગલે કંપનીની વિવિધ ક્ષેત્રની વ્યવસ્થા અને ઉદ્યોગિક સ્તર ઉપરના કામગીરીની ચર્ચાકરતા સમગ્ર કંપની વિશેની વિવિધ કામગીરી જણાવેલ હતી.