20મી નવેમ્બરે ધુવાડાબંધ ગામજમણ
ભાણવડ તાલુકાના જશાપર ગામે પી.એમ. ટ્રસ્ટના ઉપક્રમે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં લાખો રૂપીયાના ખર્ચે કિશોરભાઈ ભીમજીભાઈ સંઘવી પ્રેરિત માલિનીબેન કે. સંઘવી સેવા સંકુલ અને જયાં પૂ. ધીરગુરૂદેવ 1 થી 4 ધોરણનો અભ્યાસ કરે તે પ્રાથમિક શાળા તેમજ અનિલકુમાર ભૂપતલાલ મણિયાર (મસ્કત) ભકિતભવન હોલ ડો. સી.જે. દેસાઈ અને જશવંતીબેન દેસાઈ ગૌશાળા અને વૃંદાવન વાટીકા તેમજ કે.ડી. કરમુર જયશ્રી કૃષ્ણ દ્વાર વગેરે નવનિર્મિત સંકુલોનો ઉદઘાટન સમારોહ તા.20.11.22 ને રવિવારે સવારે 9 થી 12 કલાકે ઉર્વિશભાઈ વોરા અને સમીરભાઈ શાહના સંઘપતી પદે યોજાયેલ છે.
જશાપરમાં વર્ષો સુધી સરપંચ પદે સેવા આપનાર અને 80 વર્ષની વયે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરનાર પૂ. પ્રેમગૂરૂદેવ અને પુ. ધીરગુરૂદેવ પિતા પુત્ર પોતાની જન્મભૂમિમાં જયાં માત્ર એક જૈનનું ઘર હોવા છતાં ગ્રામજનોની વિનંતિથી પ્રથમ જ વાર ચાતુર્માસ પધારતા અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. ગ્રામજનોએ 8 થી 51 ઉપવાસ સુધીની ઉગ્ર તપશ્ર્ચર્યા કરી ઈતિહાસ સજર્યો છે.
વિવિધ વિભાગમાં શોભાબેન વાઘર, ઉષાબેન વાઘર, ચંદ્રીકાબેન ગોપાણી, પ્રફુલાબેન મોદી, અનિલાબેન સંઘવી, હર્ષાબેન શેઠ, જડાવબેન લાધાણી, ડી.અલે. ધર્મસ્થાનક, વાલીબેન ગાગલીયા, શાંતાબેન મણિયાર, છબલબેન વોરા, અમીશા બેન વોરા વગેરે લાભાર્થી બન્યા છે.
ઉદઘાટન સમારોહ બાદ ધુંવાડા બંધ ગામજમણ અને રાત્રે 9 કલાકે કાન ગોપી મંડળીનો કાર્યક્રમ યોજાયેલ છે. બહારગામથી પધારતા મહેમાનોએ મો. 98242 33272નો સંપર્ક કરવા જશાપર સ્થાનકવાસી જૈન સંઘની યાદીમાં જણાવાયું છે.