27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ નક્ષત્રમાં કરેલ સર્વ કાર્ય સ્થિર રહે છે. નક્ષત્રનો સ્વામી ગુરુ છે. ગુરુ શુભનો કારક છે જેથી તે સમૃધ્ધિ અને વૈભવ લઈને આવે છે. આ નક્ષત્રમાં લોકો સોનુ, ચાંદી, જમીન, મકાન, વાહન, ઈલેકટ્રોનિક વસ્તુ જેવી ખરીદી કરે છે. મંત્ર સિધ્ધી અને ગૃહપ્રવેશ માટે પણ પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગુરુ અને રવિવારે જો પુષ્ય નક્ષત્ર હોય તો ‘ગુરુ પુષ્યામૃત યોગ’ અને ‘રવિ પુષ્યભૃત યોગ’ બને છે જે વિશિષ્ટ સિધ્ધીદાયક બને છે. ઋગ્વેદમાં પુષ્ય નક્ષત્રને મંગલકર્તા, સિધ્ધી સમૃધ્ધિ અને સુખદાયક કહ્યુ છે.આસો વદ નોમ ને શુક્રવારે તા.13-10-17
શુક્રવારે સોનુ ચાંદીની ખરીદી તથા કપડા અને ચોપડાની ખરીદી ઉત્તમ દિવસ છે.શુક્રવારે સવારે 7.46થી પુષ્ય નક્ષત્ર છે. આમ શુક્રવાર અને પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશીને ઉત્તમ સંયોગ થશે જે શુક્ર અને ચંદ્રનો સંયોગ ઉત્તમ અમૃત તત્વ બને છે આથી લગ્ન પ્રસંગની ખરીદી શુભ બનશે , શુભ સમય દિવસના – લાભ 8.11 થી 9.38, અમૃત 9.38 થી 11.00, શુભ 12.33 થી 2.00, ચલ 4.55 થી 6.22.શુભ સમયના રાત્રીના – લાભ 9.28 થી 11.00 અમાસ ગુરૂવાર અને ચિત્રા નક્ષત્ર આવો વિવિધ શ્રેષ્ઠ યોગ આ વર્ષ દિવાળીના દિવસે સર્જાશે. જેને મહાલક્ષ્મીની પૂજા તથા તમામ પ્રકારની ખરીદી માટે શુભ માનવામાં આવે છે.