આજે કારતક સુદ પૂર્ણિમાના 8 નવેમ્બરના રોજ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે . ત્યારે આજે ચંદ્ર , પૃથ્વી અને સૂર્ય ત્રણેય એક સીધી રેખામાં આવશે.ચંદ્રએ શીતળતા પ્રદાન કરનાર ગ્રહ છે પરંતું આજે ચંદ્રગ્રહણને કારણે ચંદ્ર રાતો ચોળ દેખાશે જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. આ ચંદ્ર ગ્રહણથી ધાર્મિક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતુ હોવાથી ગુજરાતના કેટલાક મંદિરમાં દર્શન ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કેટલાક મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચંદ્રગ્રહણનો સમય
ભારતીય સમય અનુસાર, આજનો ચંદ્રોદય સાંજે 05.28 કલાકે થશે. ચંદ્રગ્રહણ સાંજે 06.19 કલાકે સમાપ્ત થશે. આ રીતે ચંદ્રગ્રહણ 45 મિનિટ 48 સેકન્ડનુંનું છે.
રાજકોટના અનેક મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા છે.
જાગનાથ મહાદેવ મંદિર
પંચનાથ મહાદેવ મંદિર
સમગ્ર ગુજરાત સહીત રાજકોટમાં પણ ગ્રહણના દિવસે મંદિરો બંધ કરવામાં આવ્યા છે. મંદિરમાં ગ્રહણ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી કોઈને પ્રવેશ આપવામાં આવશે નહિ.
સાળંગપુરધામ
સાળંગપુર ધામમાં આજે સવારે 7થી8 દરમ્યાન ભોજન પ્રસાદ લેવામાં આવેલ તે પછી ગ્રહણ પુર્ણ થયા બાદ રાત્રે 8થી10 ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજે સવારે 9થી રાત્રીના 8 સુધી ભોજન વ્યવસ્થા બંધ રાખેલ છે. સંધ્યા આરતી રાત્રીના 8 કલાકે થશે. ગ્રહણ સમયે હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ કરવા.
અંબાજી મંદિર રહેશે બંધ
સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે. ત્યારબાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સાંજનાં 6.30 ની આરતી રાત્રિના 9.30 કલાકે થશે. બાદમાં મંદિર મંગળ થશે અને ત્યારબાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે.