કારતક શુદ પૂનમ મંગળવારે ગુરૂ નાનક જયંતી . નાનક સાહેબનો જન્મ 15 એપ્રિલ 1469 એ પંજાબના તલવંડીમાં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે .. આ જગ્યાને નનકાના સાહિબના નામથી પણ ઓળખવામાં આવે છે . શિખ ધર્મમાં ગુરુ પર્વનુ ખાસ મહત્ત્વ હોય છે . દર વર્ષે કારતક માસની પૂનમની તિથિના દિવસે ગુરુ નાનક જ્યંતી મનાવવામાં આવે છે . પ્રકાશ પર્વના દિવસે ગુરુ નાનક દેવ દ્વારા આપવામાં આવતા ઉપદેશ વિશે જણાવવામાં આવે છે અને ગુરુ ગ્રંથ સાહિબ પાઠ કરવામાં આવે છે . ગુરુનાનકના ઉપદેશો આજે પણ સાચા માર્ગે ચાલતાં લોકો માટે માર્ગદર્શન બની રહે છે .
તેમના અનુયાયીઓ તેમને નાનક અને નાનક દેવ , બાબા નાનક અને નાનક શાહજી જેવા નામથી સંબોધિત કરે છે . કેટલીક ચમત્કારિક ઘટનાઓને કારણે તેઓ 7-8 વર્ષની ઉંમરમાં જ ઘણાં પ્રસિદ્ધ થઇ ગયા હતા . જાણો , ગુરુનાનકના કેટલાક ઉપદેશો વિશે … 1. પરમ – પિતા પરમેશ્વર એક છે . 2 હંમેશા એક ઇશ્વરની સાધનામાં મન લગાઓ . 3. વિશ્વની દરેક જગ્યાઓએ અને દરેક પ્રાણીમાં ઇશ્વર ઉપસ્થિત છે . 4. ઇશ્વરની ભક્તિમાં લીન લોકોને કોઇનો ભય સતાવતો નથી . પ . પ્રમાણિકતા અને મહેનતથી પેટ ભરવું જોઇએ . 6. ખરાબ કાર્ય કરવા વિશે ન વિચારો અને કોઇને પરેશાન ન કરવા જોઇએ . 7. હંમેશા ખુશ રહેવું જોઇએ , ઇશ્વર પાસેથી હંમેશા પોતાના માટે ક્ષમા યાચના કરો . 8 . મહેનત અને પ્રમાણિકતાની કમાણીમાંથી જરૂરતમંદની મદદ કરો . 9. તમામને સમાન દ્રષ્ટિકોણથી જુઓ , સ્ત્રી – પુરુષ સમાન છે . 10. ભોજન શરીરને જીવિત રાખવા માટે આવશ્યક છે . પરંતુ લોભ – લાલચ માટે સંગ્રહ કરવાની આદત ખરાબ છે .
ગુરુનાનકજીના ત્રણ મહત્વના સંદેશ
તેમણે પુરા વિશ્વમાં માત્રને માત્ર એકજ ઈશ્વર છે. તેવું ભાર દઈને ઠાંસી ઠાંસીને તેમના અનુયાચીઓને સમજાવ્યું છે. તેમણે ધર્મના મુખ્ય ત્રણ નિયમો બતાવ્યા છે.
એક ઈશ્વરની આરાધના સહુ કોઈએ કરવી જ જોઈએ, બીજું મહેનતની કમાણીનું જ ધન પવિત્ર છે. આ રીતે ઉપાર્જીત થતું ધન જ સાચું ધન કે વાપરવા યોગ્ય ધન છે.
ગુરપુરબના દિવસ વહેલી સવારે લગભગ 4 થી 5 વાગ્યે શરૂ થાય છે આ દિવસનો સમય અમૃત વેલા તરીકે ઓળખાય છેત્યારબાદ ગુરુની પ્રશંસામાં કથા અને કિર્તનના સંયોજન દ્વારા અનુસરવામાં આવે છે. એક ખાસ સમુદાયનો બપોરના ભોજન છે, જે સ્વયંસેવકો દ્વારા ગુરુદ્વારામાં ગોઠવાય છે.પંજાબ, હરિયાણા, અને ચંદીગઢ અને અન્ય ઘણા સ્થળોએ આ ઉજવણી ખાસ કરવામાં આવે છે. કેટલાક સિંધીઓ પણ આ તહેવાર ઉજવે છે.