તા.13મીએ મુમુક્ષુની વર્ષીદાન યાત્રા તેમ જ વરઘોડો નીકળશે: પારસમુનિ મ.સા.ના ભાણેજ એટલે મુમુક્ષુ મોક્ષકુમાર આચાર્ય ભગવંત રાજરત્ન સુરીશ્ર્વરજી મ.સા.ના હસ્તે લેશે દીક્ષા: મુમુક્ષ તેમજ તેના પરિવારે લીધી ‘અબતક’ ની મુલાકાત
મુંબઇ કાંદીવલી (પશ્ર્ચિમ) મા ધર્મ સુર્યોદયસુરીશ્ર્વર ધર્મસામ્રાજયે શાસનપ્રભાવક આચાર્ય ભગવંત રાજરત્નસુરીશ્ર્વરજી મ.સા.ના હસ્તે બાલ મુમુક્ષુ મેતા કુમારનો દિક્ષા મહોત્સવ આગામી તા. ર6 નવેમ્બરે મુંબઇ મુકામે ઉજવાશે દિક્ષા મહોત્સવનું આયોજન વાસુપુજય સ્વામી મુનાલય મહાવીરનગર જૈન શ્ર્વે. મું. સંઘ શંકરબેન કાંદીવલી ખાતે કરાયું છે.
ડોલીબેન તથા પ્રજ્ઞેશભાઇ મહેતાનો પુત્ર મોક્ષ સંયમ માર્ગ જવા થનગની રહ્યો છે. મુંબઇ મુકામે વિવિધ કાર્યકમો ઉજવાશે. તેમજ મુમુક્ષુની જન્મભૂમિ નાલાસોપારા મા દિક્ષામહોત્સવ ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.1રમીએ સવારે 9 કલાકે અનેક વિશિષ્ટ ઔષધિમિશ્રત નયનરમ્ય અષ્ટોતરી મહાભિષક વિધાન તથા રાત્રે 8 કલાકે પાઠશાળાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા.13મીએ સવારે 8.45 કલાકે મુમુક્ષુની વર્ષીદાન યાત્રા તેમજ વરઘોડો નિકળશે. ત્યારબાદ સંઘસાધર્મિક વાત્સલ્યનું આયોજન કરાયું છે.
તા.રર થી ર7 સુધી વિવિધ મહોત્સવો ઉજવાશે તા.રરમીએ બપોરે બ કલાકે કેસરિયો રંગ જિનશાસનનો મળજો નામે સંવેદના કાર્યક્રમ સાથે મુમુક્ષુ ના સંયમવસ્ત્રો કેસરવર્ણા કરવાનો ભવ્ય કાર્યક્રમતા.ર3મી એ બપોરે ભવ્ય સાંજી સમાહરો તથા આચાર્ય દેવ દ્વારા મુમુક્ષુની સંયમ છાણનો અભિમંત્રણ વિધિ કરાશે. તા.ર4મીઅ બપોરે ર કલાકે પરમાત્મા વાસુપુજય સ્વામીનું વિશિષ્ટ ઔષધિઓ કેસર આદી વિશિષ્ટ દ્રવ્યયુકત અદભુત અષ્ટોતરી મહાભિષેક વિધાન રાત્રે 8 કલાકે સ્ટાર પ્રવકતા હાર્દિક શાહ તથા વિખ્યાત સંગીતકાર પિયુષ શાહ અને મુમુક્ષુનો વિદાય સમારોહ તા.રપમીએ સવારે 8.30 કલાકે અંજનશલાકા પ્રતિષ્ઠાનિ ઐતિહાસિક રથ યાત્રા સાથે મુમુક્ષુ ની ભવ્યતી ભવ્ય વર્ષિદાન યાત્રા વરઘોડો બપોરે બે કલાકે મુમુક્ષુ દ્વારા સંગીત સુરાવલી વચ્ચે સકલ સંઘને બેઠું વર્ષિદાન સાંજે 4.30 કલાકે મુમુક્ષુનું અંતિમ વાયણુ તા. ર6મીએ સવારે 8 કલાકે વિખ્યાત પ્રવકતા હાર્દિક શાહ અને સંગીતકાર નિલેશ રણાવતના સંગે મુમુક્ષુના દિક્ષા સમાહરોનો ભવ્ય પ્રારંભ થશે તા. ર7 સવારે મુમુક્ષુના સાંસારીક નિવાસ સ્થાને આચાર્યદેવ નુતન બાલ મુનીવર આદી ચતુર્વિધ સંઘના પાવન પગલા અને પ્રવચન થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિક્ષા મહોત્સવમાં અનેક ગુરુભગવંતો તથા બહોળી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉ5સ્થિત રહેશે. સદગુરુ દેવ પારસમુનિ મહારાજ સાહેબના ભાણેજ થાય છે. કૃપાંશુશેખર વિજયજી મ.સા. તથા કૃપાંશુયશાશ્રીજી મ.સા.ના સંસાર પક્ષે ભાઇ થાય છે.