આસો વદ અગિયારશથી કારતક સુદ પાંચમના દિવસ શુભ છે. આ દિવસોને આપણે દિવાળીના દિવસ ગણીએ છીએ. એકાદશી, વાઘ બારશ, ધન તેરશ, કાળી ચૌદશ, દિવાળી તથા બેસતું વર્ષ અને ભાઇબીજ સહિત લાભ પાંચમ. આ દિવસો સુખી થવા માટેની પૂજા, પાઠ કરવા માટે ઉત્તમ છે. જે ગૃહસ્થો, વેપારી, વિદ્યાર્થી તથા મંત્ર તંત્રના લાભાર્થી માટે ઉત્તમ નહીં બલકે સર્વોત્તમ છે. આથી આ દિવસો દરમિયાન કરવાનાં પૂજા પાઠ તથા શુભ મુહૂર્ત અત્રે પ્રસ્તુત છે. આવો આ ઉત્તમ સમય દરમ્યાન આપણે આપણાં પૂજા પાઠ કરી આવનારા દિવસો શુભ બનાવીએ.
મંત્ર જપ માટેનો સમય
મંત્ર જપ ખાસ કરીને અનુષ્ઠાન શરૂ કરતાં પહેલાં દિનશુદ્ધિ, ચંદ્રબળ જોઈ લેવું જોઈએ. તેમાં પણ ખાસ કરીને પુષ્ય, હસ્ત, અશ્વિની, રેવતી, આર્દ્રા નક્ષત્રનો હોય તો અનુષ્ઠાન દરમ્યાન આત્મબળ જળવાઈ રહે છે. સારી સફળતા મળે.
ૐ હ્રીં નમઃ
આ મંત્રના સવા લાખ જાપ કરવાથી સાધકો
અને ઉપાસકોને ઈચ્છિત ધન સંપત્તિ મળે જ છે.
સુખી થવા શું કરવું?
દીપોત્સવી દરમ્યાન પુરુષસૂકત,
શ્રીસૂક્ત નારાયણસૂકત,
વિષ્ણુસહસ્ત્રનામ,
લક્ષ્મીસ્રોત્ર અથવા
ગોપાળસહસ્ત્રનામ સંકટનાશન ગણેશસ્ત્રોત્ર વગેરેનાં પાઠ કરીને પણ સાધક-ઉપાસક આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ મેળવી શકે છે.
ૐ હ્રીં કલીં મહાલક્ષ્મ્યૈ નમઃ
વડના ઝાડની સમીપે બેસીને ૧,૦૦,૦૦૦ જાપ કરવાથી ધન સંપત્તિ અને અન્ય ઈચ્છિત ઐશ્ચર્ય પ્રાપ્ત થાય છે.
નવા ચોપડા ખરીદવા માટે
આસો વદ નોમ, શુક્રવાર,
તા.૧૩-૧૦-ર૦૧૭
પુનર્વસુ નક્ષત્ર: ૦૭-૪૬ સુધી. પુષ્ય નક્ષત્ર સૂર્યોદયથી ૧૧ સુધી.
બપોરે ૧ર-ર૬થી ૧૩-પ૩ કલાક સુધી. સાંજે ૧૬-૪૮થી ૧૮-૧પ કલાક સુધી.
આસો વદ બારશ, સોમવાર,
તા.૧૬-૧૦-ર૦૧૭, વાઘ બારશ
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આખો દિવસ. સવારે ૦૯-૩ર થી ૧૧-૦૦, બપોરે ૧૩-પરથી ૧૮-૧પ કલાક, સાંજે ૧૮-૧પ થી ૧૯-૪૯ કલાક સુધી.
ગાદી ઉપાડવાનાં મુહૂર્તો :
આસો વદ અગિયારશ તા.૧પ-૧૦-ર૦૧૭, રમા એકાદશી, મઘા નક્ષત્ર આખો દિવસ. સવારે ૦૯-૩૧ થી ૧ર-ર૬, બપોરે ૧૩-પ૩ થી ૧પ-ર૦ કલાક. સાંજે ૧૮-૧૩ થી ૧૯-૪૦.
આસો વદ તેરશ, મંગળવાર
તા.૧૭-૧૦-ર૦૧૭.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આખો દિવસ. સંક્રાંતિ પુણ્યકાળ ૧ર-ર૬ સુધી, બપોરે ૧ર-ર૬ થી ૧૪-૦ કલાક સુધી.
ગાદી બિછાવવાનાં મુહૂર્તો :
આસો વદ બારશ,
સોમવાર તા.૧૬-૧૦-ર૦૧૭,
વાઘ બારશ
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આખો દિવસ, સવારે ૦૯-૩ર થી ૧૧-૦૦, બપોરે ૧૩-પર થી ૧૮-૧પ., સાંજે ૧૮-૧પ થી ૧૧-૪૯ કલાક સુધી.
આસો વદ તેરશ, મંગળવાર
તા.૧૭-૧૦-ર૦૧૭, ધન તેરશ
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આખો દિવસ, બપોરે ૧ર-ર૬ થી ૧૪-૦૦, બપોરે ૧પ-ર૬ થી ૧૬-પર કલાક સુધી.
આસો વદ અમાસ, ગુરુવાર ૧૯-૧૦-ર૦૧૭ દિપાવલિ, વૈધૃતિયોગ ૧પ-પ૮ સુધી, સાંજે ૧૬-પ૦ થી ર૧-૦૦ સુધી.
ધનપૂજન તથા લક્ષ્મીપૂજનનાં મુહૂર્તો :
આસો વદ તેરશ, મંગળવાર,
તા.૧૭-૧૦-ર૦૧૭ ધનતેરશ,
ધન્વંતરિ પૂજન. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ૩૦-૩૭ સુધી. સંક્રાંતિ પુણ્યકાળ ઃ મધ્યાહન સુધી. બપોરે ૧ર-૩૦ થી ૧૪-૦૦, ૧પ-ર૬ થી ૧૬-પર, સાંજે ૧૯-૪પ થી ર૧-૧૮, રાત્રે રર-પ૧ થી ર૭-૩૦
ધન-લક્ષ્મી-ચોપડા-શારદાપૂજનનાં મુહૂર્તો :
આસો વદ ૩૦, ગુરુવાર,
તા.૧૯-૧૦-ર૦૧૭ દિવાળી
ચોપડાપૂજન, વૈધૃતિયોગ ૧પ-પ૯ સુધી. સવારે ૦૬-૩૯ થી ૦૮-૦પ સવારે ૧૦-પ૮થી ૧પ-૧૬, સાંજે ૧૬-૪ર થી ૧૮-૧૦, સાંજે ૧૮-૧૦ થી ર૧-ર૮, રાત્રે ર૪-રપ થી ર૧-પ૯ વહેલી સવારે ર૭-૩૭ થી ૩૦-૪૦ સુધી.
ધંધો, વેપાર, રોજગાર, દુકાન, પેઢી ચાલુ કરવાનાં મુહૂર્તો :
વિક્રમ સંવત ર૦૭૪,
કારતક સુદ એકમ, તા.ર૦-૧૦-ર૦૧૭
શુક્રવાર, ચિત્રા નક્ષત્ર: ૦૮-૩૦ સુધી, પછી સ્વાતિ નક્ષત્ર, સવારે ૦૬-૩૯ થી ૧૦-પ૯, વિજય મુહૂર્ત ૧ર-ર૪ થી ૧૩-પ૦ કલાક
કારતક સુદ બીજ શનિવાર
તા.ર૧-૧૦-ર૦૧૭ ભાઇબીજ, યમ દ્વિતીયા.
સ્વાતિ નક્ષત્ર: ૧૦-૧૭ કલાક સુધી, સવારે ૦૮-૦પ થી ૦૯-૩૧.
કારતક સુદ પાંચમ :
બુધવાર તા.રપ-૧૦-ર૦૧૭
લાભ પાંચમ મૂળ નક્ષત્ર ર૦-ર૯ કલાક સુધી સવારે ૦૬-૪૧ થી ૦૯-૩૧, સવારે ૧૦-પ૭ થી ૧ર-ર૩.
કારતક સુદ, સાતમ, શુક્રવાર
તા.ર૭-૧૦-ર૦૧૭ સવારે ૦૬-૪ર થી ૧૦-પ૭. બપોરે વિજય મુહૂર્ત ૧ર-ર૩ થી ૧૩-પ૦ કલાક સુધી.