માતા-પુત્રીએ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો તો પિતાએ સિલ્વર મેડલ જીત્યો

વિશ્વમાં દરેક ક્ષેત્રે ગુજરાતીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી રહ્યા છે અને પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી રહ્યા છે ત્યારે ફ્લોરિડામાં ચાલતા પાવર લિફ્ટિંગ કોંગ્રેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022 માં મૂળ અમદાવાદના માતા-પિતા અને પુત્રીએ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં માતા અને પુત્રીએ ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે પિતાએ સિલ્વર મેડલ અંકે કર્યો હતો.

પાવરલીફટિંગ ગેમ નોન ઓલમ્પિક ગેમ છે. જેમાં 10 વર્ષીય કનક ગુર્જરે 44કિલોની કેટેગરીમાં 37 કિલોનો વજન ઊંચક્યો હતો અને 60 કિલોની ડેડલિફ્ટ કરતા ગોલ્ડ જીત્યો હતો. ટુર્નામેન્ટ જીત્યા બાદ જનકપુર જ્યારે જણાવ્યું હતું કે તેને 60 કિલો વજન ડેડ લિફ્ટ માં જે રીતે ઉઠાવ્યો તેનો ખૂબ આનંદ છે અને તેને માત્ર 55 કિલો માટેની જ પ્રેક્ટિસ કરી હતી. કનક ગુર્જરે ખુબ નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે તેને જ્યારે 70 કિલો વજન ઉચકાવવાનો પ્રયત્ન કર્યો તો તે નિષ્ફળ નિવડી હતી. આ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ જ્યારે કનક ગુર્જર ને પૂછવામાં આવ્યું કે આટલી સરળતાથી આટલો મોટો વજન કેવી રીતે તે ઊંચકાવી શકે ત્યારે તેને જણાવ્યું કે આ રમત તેના લોહીમાં છે જેના કારણે તે સરળતાથી આ કાર્ય હાથ ધરી ચકી છે.

તેને પોતાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કરતા જણાવ્યું કે આગામી માર્ચ માસમાં ઇજિપ્ત ખાતે જે રમત યોજાશે તેમાં તે મેડલ જીતવા માટે મહેનત કરી રહી છે. કનકની માતા ધારિણી કે જેઓએ કિલો વજન ઉચકી ગોલ્ડ મેડલ હાંસલ કર્યું હતું. જણાવ્યું કે ગત 2018 ની સરખામણીમાં તેઓ તેમની જે ટોટલ લિફ્ટિંગ માં છે પ્રદર્શન થવું જોઈએ તે થઈ શક્યું નથી ત્યારે આવનારા સમયમાં હજુ પણ વધુ સારું પ્રદર્શન હાથ ધરે તે દિશામાં પ્રયત્ન કરાશે.

આ ટુર્નામેન્ટમાં કનક ગુર્જરના પિતા ઇન્દરસિંહે 620 કિલોનોં વજન ઊંચકી સિલ્વર મેડલ અંકે કર્યું હતુ. તે માત્ર વધુ 2.5 કિલોના પાવરલીફટિંગમાં નિષ્ફળ નિવડતા ગોલ્ડ મેડલથી વંચિત રહ્યા હતાં . પરંતુએ વાત સાચી છે કે, વિશ્વમાં હાલ ભારત વિવિધ  ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ ઉભું કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.