કોંગ્રેસે ભાજપ સામે મૂક્યુ તહોમતનામું
અબતક, રાજકોટ
વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરોના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે તો ક્યાંક તહોમતનામું પણ મુકવામાં આવી રહ્યું છે. રાજકોટ ખાતે કોંગ્રસની પત્રકાર પરિષદમાં ભાજપ સામે વિકાસ, વૃદ્ધિદર, મોંઘવારી, રાજ્યના દેવા બાબતે પ્રશ્નો ઉઠવ્યા છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના અર્જુન મોઢવાડીયા, પ્રભારી રામ કિશન ઓઝા, પ્રવક્તા નિદત્ત બારોટ, સંજય અજુડિયા, રોહિત રાજપુત વિગેરે એ આ તહોમતનામુ રજુ કર્યું હતું.
1944-95 માં કોંગ્રેસના શાસન દરમિયાન છેલ્લા વર્ષમાં ગુજરાતનો વૃદ્ધિદર 18 ટકા હતો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સર્વોચ્ચ વૃદ્ધિદર હતો.
1980 થી 1990 દરમિયાન ગુજરાતમાં લઘુકક્ષાના ઉદ્યોગોની સંખ્યા બામણાંથી વધી ગઈ હતી અને લઘુકક્ષાના ઔદ્યોગિક એકમોની સંખ્યા 43712 હતી તે વધીને 1,15,384 એકમો થઈ ગયા હતા.
2020-21 માં ગુજરાતે 1.35 ટકાનો નકારાત્મક વૃદ્ધિદર નોંધાયો હતો.
2016-17માં બેન્કો દ્વારા મંજુર કરવામાં આવતા પ્રોજેક્ટસ ખર્ચમા ગુજરાતનો ખર્ચ એક ચતુર્થ હિસ્સો હતો, 2021-22માં આ હિસ્સો અડધો થઈને 11.9 ટકા સુધો ગબડી ગયો.
આ જ સમયગાળા દરમિયાન રાજસ્થાનનો હિસ્સો ત્રણ ગણા કરતા વધીને 2.8 ટકાથી ઉછળીને 13.3 થઈ ગયો હતો.
ગુજરાતમાં 31.5 લાખ પરિવાર ગરીબ રેખા હેઠળ જીવી રહ્યા છે એનો મતલબ ગુજરાતમાં 23 ટકા ગરીબી છે. મે મહિના ગુજરાતમાં મે 2014 થી 2020 દરમિયાન ભજપ સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 250 ટકાનો (પ્રતિ લિટર રૂ.9.48 થી વધારીને પ્રતિ લિટર રૂ.32.98 ) અને ડીઝલ પર 800 ટકાનો ( પ્રતિ લિટર રૂ.3.56 થી વધારીને પ્રતિ લિટર રૂ.31.83 ) વધારો ઝીંક્યો હતો.આ ઉતરાંત ખાદ્ય ચીજોના ભાવ, ફુગાવો, ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવવધારા, રેલવે પ્લેટફોર્મ ટિકેટના ભાવમા વધારો, માર્ચ 2022ના અંત સુધીમાં રાજ્યનું દેવું રૂ.4 લાખ કરોડને વટાવી ગઈ છે, છેલ્લા 15 વર્ષમાં રાજ્યના દેવાની રકમ ત્રણ ગણી વધી છે, ગુજરાતની 6.4 કરોડની વસ્તી પ્રમાણે પ્રત્યેક નાગરિક ઉપર 63000 નું દેવું છે, કોર્પોરેટ ટેક્સ, ગિફ્ટ સીટીમા રૂ.એકમાં જમીન ફાળવવા બાબતે, 2019 માં દર ચોથી વ્યક્તિએ અનેક વખત લાંચ ચૂકવી હતી તે વિશે ગુજરાતમાં શિશુ દર 28000 કરતા વધુ શિક્ષકોની ખાલી જગ્યા વિગેરે બાબતે તહોમતનામું મૂક્યું છે.