ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી થઈ રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા મુક્ત વાતાવરણમાં મતદારો મતદાન કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા જરૂરી પગલાં ભરવામાં આવે છે.ત્યારે કેશોદ ધારાસભા મતવિસ્તારમાં પેરામીલેટરી ફોર્સ નાં જવાનો સાથે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.
કેશોદ શહેરી વિસ્તારોમાં પેરામિલેટરી ફોર્સ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. કેશોદ પોલીસ વિભાગ હેઠળના વિસ્તારોમાં ૨૪ અર્ધ લશ્કરી દળની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હવેથી અર્ધ લશ્કરી દળના જવાનો નિયમિત રીતે ફ્લેગ માર્ચ કરી મતદાન મથકો નું સર્વેક્ષણ પણ કરશે. મતદાનનાં દિવસે સરકારી કર્મચારીઓ સાથે અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો પર ફરજ બજાવશે.