સવાર પડે અને ગુજરાતીઓના મોઢામાં પહેલું નામ આવે એ છે ચા. સામાન્ય રીતે આપણે ચાના 20 રૂપિયા અને અડધી ચાના ૧૦ રૂપિયા ચુકવતા હોઈ છી પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચા માટે હાજારો રૂપિયા ચુકવવા પડે !! હા આવી જ એક ઘટના મોરબીમાં બની જ્યાં યુવાન ચા પીવા ગયો અને તસ્કર બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના મોરબીના સાપર ગામની છે પણ વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે ઇન્ડીકા સેનેટરી કારખાનાની લેબર કવાટરમા રહેતા દેવાભાઇ જેઠાભાઇ ચાવડા ગત તા-૨૯/૧૦/૨૦૨૨ ના રોજ જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે કિસ્મત ગેરેજ સામે પોતાની GJ-13-AQ-5482 નંબરની સ્પલેન્ડર પ્લસ બાઈક લઈ ચા પીવા ગયા હતા.
જ્યાં તેઓ પાર્કિંગમાં પોતાની બાઇકમાં ચાવી મૂકી ચા પીવા ગયા હતા. જ્યાંથી તેઓ ચા પી પરત આવ્યા ત્યાર સુધીમાં કોઈ ઈસમ તેમની બાઈક લઈ ફરાર થઈ ગયો હતો. જેને લઈ ફરિયાદીએ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી પોતાની બાઈક શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને બાઈક ન મળતા આખરે તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…