‘અગ્રેસર ગુજરાત કેમ્પસ’નો આરંભ કરાવતા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ
ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ ગુજરાતની જનતાના અભિપ્રાય લીધા બાદ ચૂંટણી સંકલ્પ પત્ર અર્થાત ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. આજે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે આજે ‘અગ્રેસર ગુજરાત કેમ્પઇન’ નો આરંભ કરાવ્યો હતો.
ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કરતા પહેલા સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનના વિચારો અને પસંદગી જાણવા માટે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન નું લોન્ચિંગ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે અગ્રેસર ગુજરાતનું કેમ્પેઇન 15 નવેમ્બર સુધી યોજવામાં આવશે. આ કેમ્પેઇનમાં સુચના પેટી દરેક તાલુકા મંડળ, દરેક જાહેર સ્થળો પર,ગ્રામ પંચાયતો પર મુકવામાં આવનાર છે અને પોસ્ટ કાર્ડ માધ્યમ થકી ગુજકાતની જનતા તેમના સુચનો જણાવી શકશે તેમજ ૂૂૂ.ફલયિતફિ લીષફફિિ.ંભજ્ઞળની વેબસાઇટ તેમજ 78 78 182182 નંબર પર પણ ભાજપના સંકલ્પો અંગે સુચનો જણાવી શકશે.
આ તકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી આવી ગઇ છે ત્યારે રાજયની પ્રજાના સુચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે અને એટલે આજથી થી 15મી સુધી જનતા જનાર્દનના સુચનોનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચારવિમર્શ કર્યા પછી સંકલ્પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ગત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા તેમાં મોટા ભાગના વચનો પુર્ણ કરવામાં આવ્યા છે તો જે વચનો બાકી છે તે સંકલ્પો પુરો કરવાના પ્રયાસો ચાલુ છે તે સિવાચ ભાજપે જે વચનો નથી આપ્યા છતા જનતાની અપેક્ષાને પુર્ણ કરવામા ક્યાંય કચાસ બાકી રાખી નથી. જનતાને આપેલા વચનો ભાજપ હમેંશા પુર્ણ કરે છે અને એટલે જ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશિર્વાદ આપી સત્તા આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે જેના કારણે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી.
વધુમાં જણાવ્યું કે, આ વખતની વિઘાનસભામાં ગુજરાતની જનતા ઐતિહાસીક બેઠક આપશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ કરે છે. પાટીલે જયનારાયણ વ્યાસના રાજીનામાં અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, જયનારાયણભાઇ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. જયનારાયણભાઇને પાર્ટીએ 2 વખત ટીકિટ આપી હતી કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે પરંતુ 75 વર્ષ પછી ભાજપમાં ટીકિટની અપેક્ષા નહી હોય અને આ પાર્ટીનો એક નિયમ છે તેના કારણે તેમને રાજીનામું આપ્યું હશે જેને પાર્ટીએ સ્વીકાર્યુ છે. પાટીલે ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું કે, ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપવાની નથી.