સરદાર પટેલ અને બાબાસાહેબને હારતોરા કરી પ્રચાર કાર્યનો પ્રારંભ કોગી ઉમેદવાર
રાજકોટ ગ્રામ્ય વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષીત અને વિચક્ષણ સુરેશ બથવારને મેદાનમાં ઉતાર્યા છે. સુરેશ બથવારના નામની જાહેરાતને પગલે આજે તેઓએ બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રતિમાએ ફુલહાર કરી અબતક સાથે વાત કરી વિકાસથી વંચિત ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્ર્નો લઇ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપલ કરી છે.
વધુમાં જણાવવાનું કે મુળ અમરેલીના વતની રાજકોટને કર્મ ભૂમિ બનાવનાર સુરેશ બથવાર મોરબીની લગધીરસિંહજી કોલેજના એન્જીનીયરીંગ સુધી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી પીજીવીસીએલમાં જુનીયર ઇજનેર તરીકે કારકીદી નો પ્રારંભ કર્યો હતો.રાજકોટ ગ્રામ્ય (અનામત) બેઠક પર કોંગ્રેસ પક્ષ દ્વારા સુરેશ બથવાર પર પસંદગી ઉતારતા સુરેશભાઇ મોટી સંખ્યામાં સાથે આજે હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબ આંબેડકર અને બહુમાળી ચોક ખાતે સરદાર વલ્લભભાઇ ની પ્રતિમાને ફુલહાર કર્યો હો. બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું.
કોટડા સાંગાણી, લોધીકા, રાજકોટ તાલુકાના સ્વતિારોને પાયાની સગવડા માટે અમારી પ્રાથમિકતા હશે. શાપર-વેરાવળનો નગર પાલિકાને દરજજો, ફાયર સ્ટેશન, શાળાના ઓરડા અને શિક્ષકોની ઘટ સહિતના મુદા ઉઠાવ્યા હતા.