મોરબી એસઓજી પોલીસે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના મરસરિયાં ગામે દરોડો પાડતા એક શખ્સને પિસ્તોલ અને બે જીવતા કાર્ટીઝ સાથે ઝડપી આગળની તાપસ ચલાવી છે.
મોરબી એસઓજી પોલીસ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યાને બાતમી મળેલ કે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના તળાવ પાસે ઓરડીમાં રહીમ રાયધનભાઈ મિયાણા પાસે પિસ્તોલ જેવું હથિયાર છે તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફે તપાસ શરુ કરી હતી.
બાતમીને આધારે એસઓજી પોલીસ સ્ટાફે મેસરીયા ગામના તળાવ પાસેની ઓરડીમાં દરોડો પાડતા આરોપી રહીમ રાયધનભાઈ મિયાણા રહે. વાંકાનેર વીશીપરાને દેશી બનાવટની પિસ્તોલ એક અને બે જીવતા કાર્ટીઝ સાથે ઝડપી આરોપી વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.