અસરગ્રસ્ત ન્યાય સમિતિ દ્વારા કલેકટરને રજૂઆત
મોરબી ઝુલતા પુલ અસરગ્રસ્ત ન્યાય સમિતિની માંગ “ટિકિટ કાપનાર આરોપી છે તો રીબીન કાપનાર જયસુખની પણ ધરપકડ કરો”
મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટના અસરગ્રસ્ત સમિતિ રચવામાં આવી છે . જે સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ બ્રિજ દુર્ઘટનામાં કોન્ટ્રાકટ સમયે ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ અને આ બ્રિજનું લોકાર્પણ કરનાર અને બ્રિજ જેની દેખરેખ હેઠળ રીનોવેશન થયો છે તેવા ઓરેવાના માલિક જયસુખ પટેલ ની ધરપકડ કરવામાં આવે અને આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને 20 લાખ અને મૃતકના પરિજનોને 25 લાખ કરતા વધુ સહાય મળવી જોઈએ તેવી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.