આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ સીએમ પદ માટે ચહેરો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા જ આપને મોટો ઝટકો મળ્યો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપ છોડીને ફરી કોંગ્રેસમાં જોડાયા છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને કોંગ્રેસમાં પરત આવી ગયા છે. એટલું જ નહીં, ઈન્દ્રનીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી આપ થી નારાજ હતા ત્યારે આજરોજ તેમણે ઘર વાપસી કરીને ફરી કોંગ્રેસમાં જોડાયા છે.
ઇન્દ્રનીલની પાર્ટી છોડવા બાબતે ગોપાલ ઇટાલીયાની પ્રતિક્રિયા
ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુખ્યમંત્રીનો ચહેરો બનવા માટે આપ પર દબાણ કરી રહ્યા હતા. તેમને સીએમનો ચહેરો ન બનવા દેતા પાર્ટી છોડી છે.
ગુજરાતની પ્રજા સીએમ બનાવવા ઇચ્છતી હોય અને ગુજરાત ઈસુદાન ગઢવીને સીએમ બનાવવા માંગે છે એટલે તેમને આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે પરંતુ એ વાત ઇન્દ્રનીલભાઈને ન ગમે એ માટે આજે તેમણે કોંગ્રેસ જોઈન કરી લીધી ત્યારે હું ઇન્દ્રનીલભાઈને શુભકામના પાઠવું છું અને એમને વિનંતી કરું છું કે તેઓ કોંગ્રેસ સમક્ષ સીએમ બનવાની તેમની ઈચ્છાને રજૂ કરે.