રોજેરોજ આપણે સામાન્ય સમજની નિષ્ફળતા જોઇએ છીએ: સામાન્ય સંવેદનાએ પ્રાચિન છે: એરિસ્ટોટલ પણ પાંચ વિશિષ્ટ સંવેદનાની ઓળખ આપી હતી
આજના સિનિયરોની કોઠાસૂઝ ભણેલા કરતાં વિશેષ અસરકારક જોવા મળે છે. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના આજના યુગમાં જેનો અભાવ સતત જોવા મળી રહ્યો છે તે ‘કોમન સેન્સ’નો આજે દિવસ છે. દરેક માનવીની સામાન્ય સમજથી થતાં કાર્યો તેને સફળતા અપાવે છે. આજે આપણા રૂટીન કામગીરીના દિવસોમાં સામાન્ય સમજની નિષ્ફળતા જોઇએ છીએ.
આ એક સંવેદના છે જે તમારા વિચારો અને સમજ સાથે જોડાયેલી છે. પહેલા ભણતર સાથે ગણતર હોવાથી લગભગ દરેકમાં કોઠાસૂઝ હોવાથી ગમે તે કાર્યો સરળતાથી કરી જતો હતો. એરિસ્ટોટલે પણ પાંચ વિશિષ્ટ સંવેદનાની વાત કરી હતી. સોશિયલ મીડિયાના યુગમાં ઘણી વાતો પ્રસિધ્ધ થતી હોવાથી આપણે વાંચ્યા કે સમજ વગર ફોરવર્ડ કરી દેતા હોય છે. સફળ જીવનમાં સામાન્ય સમજનું મહત્વ ઘણું છે.
આજે ‘કોમન સેન્સ ડે’ નિમિત્તે આપણાં રોજીંદા જીવનમાં ઘણા કાર્યો સામાન્ય સમજથી સરળ બને છે. આઇફોનનાં યુગમાં ભણેલા પણ ઘણીવાર સામાન્ય ભૂલ કરી બેસતા હોય ત્યારે આવી ‘સેન્સ’ કેળવવી જરૂરી છે.
આજે ટોપર વિદ્યાર્થીઓમાં પણ મૌખિક અભિવ્યક્તિનો અભાવ જોવા મળતા તે પોતાની વાત સારી રીતે કહી શકતો નથી ત્યારે ટુકમાં સમજાવાની આવડતએ ‘કોમન સેન્સ’નો એક ભાગ ગણી શકાય છે. આજના યુવા વર્ગે વાંચન પ્રત્યેનો પ્રેમ કેળવવો જ પડશે. આહાર-વિચાર અને સ્વભાવ જેવી ઘણી બાબતો ‘સામાન્ય સમજ’ સાથે જોડાયેલી છે.
આઇક્યુ ઊંચો હોય એટલે બધુ જ આવડે એ જરૂરી નથી, ઘણીવાર મોટા માણસોમાં પણ આ ‘કોમન સેન્સ’નો અભાવ જોવા મળે છે. ઉચ્ચ વિચારશીલ કે બૌધ્ધિક ક્ષમતાનો ઉપયોગ સામાન્ય વ્યવહારમાં કેવી રીતે કરો છો તે પોતાની સમજશક્તિ પર આધાર રાખે છે. કોઇપણ સમસ્યામાં ભણેલ કરતાં અભણ સારી રીતે હલ કરી શકે છે. ‘કોમન સેન્સ ઇસ નોટ ‘કોમન”