લગ્નની સાથે ચૂંટણીનાં ઢોલ ઢબુકયા
વિધાનસભાની ચૂંટણીની સાથે વકીલ મંડળની ચૂંટણીમાં મતદારોને રીઝવવા પ્રચાર પડધમ શરૂ
અબતક,રાજકોટ
રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગઈકાલે વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે રાજ્યસભા રાજ્યમાં ચૂંટણીની મોસમ ખીલી હોય ત્યાં વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસીએશનની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આગામી 16 ડિસેમ્બરે ચૂંટણી યોજવા તમામ એસોસીએશનને સૂચના આપવામાં આવી છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયાના કલાકોની ગણતરીમાં જ વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજકોટના રાજકોટ સહિત રાજ્યના 250 થી વધુ બાર એસોસીએશનની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે અને આગામી તારીખ 16 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવા તમામ બાર એસોસિએશનને સૂચના આપવામાં આવી છે અને બાર એસોસીએશનની ચુંટણી સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમો 2015 ના નિયમ 49 મુજબ તમામ બાર એસોસિયેશનને ચૂંટણીની પ્રક્રિયા ફરજીયાત રીતે હાથ ધરવાની રહેશે જેની પેટા કલમ સી મુજબ ચૂંટણીની તારીખથી એક માસ અગાઉ ચૂંટણી અને ચૂંટણી અધિકારીની નિમણૂક બાર એસોસિએશનની કારોબારીએ સમિતિએ જાહેર કરવાની રહેશે અને બાર સોસિએશન દ્વારા નિમણૂક કરાયેલા ચૂંટણી અધિકારી ચૂંટણી યોજવા ચૂંટણીનો કાર્યક્રમ તૈયાર કરશે અને એસોસિયેશનના કોઈપણ હોદ્દેદાર સભ્યોને ચૂંટણી સંબંધી કોઈપણ વિવાદ અંગે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન દ્વારા રચવામાં આવનાર સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે તેવું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.