ચોકીદાર સહિત ત્રણ શખ્સોએ કર્યો હાથ ફેરો
મોરબીના રવાપર ગામે આવેલા ક્રિષ્ના સ્કૂલ પાછળ એપાર્ટમેન્ટમાં લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાય છે.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા રવાપર ઘુનડા રોડ પર રહેતા ડોક્ટર અલ્કેશ નારણભાઈ પારેજીયા કે જે રવાપર ઘુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કૂલની સામે વેલકમ પ્રાઈડ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ઈ-901 માં રહે છે
જેમને એ ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે કામ કરતા જૈનાદ લુવાર અને અન્ય બે આરોપીઓ ફરિયાદીના રહેણાંક મકાનમાં ઉપરના ટેરેસના પાછળના દરવાજાના એલ્યુમિનિયમની બારી ખોલી ગેરકાયદે પ્રવેશ કરી તથા ઉપરના રૂમના કબાટના લોકર તોડી ગેસ્ટ રૂમમાં રાખેલ રોકડા રૂપિયા એક લાખ એસી હજાર તથા દીકરીના ગલ્લાના રૂપિયા દસ હજાર તથા ફરિયાદીની રોઝ ગોલ્ડ સોનાની લકી ત્રણ તોલાની તથા રોઝ ગોલ્ડ સોનાનો ચેન તથા સોનાની વીંટી પાંચ ગ્રામ, સોનાનો સિક્કો, ચાંદીના દાગીના જેમાં બે જોડી સાંકડા તથા બે ગ્રામ ચાંદીના સિક્કા તથા ચાંદીની કંકાવટી ઉપરાંત ઉપરના માળના રૂમમાં કબાટમાં રાખેલ રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર મળી રોકળ રકમ તથા મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હોય ત્યારે તેમના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.