સેવાભાવી આજીવન ધારાસભ્યની છાપ ધરાવતા મહેન્દ્ર મશરુ સામે જીતેલા ભીખાભાઇ જોશી ને લઇ આ વખતે કોઇ રીસ્ક ન લેવાય જાય તેની ભાજપને ખેવના રાખવી પડશે
ગુજરાત વિધાન સભાની ચુંટણીના પડધરમ વાગી ચુકયા છે, ત્યારે રાજયમાં ડબલ એન્જીની સરકારની દબદબાથી ભાજપ ચુંટણી મેદાનમાં વજનદાર ગણાઇ છે. ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદી જયારથી રાજકોટમાં સક્રિયક થયા છે. ત્યારથી ભાજપના વન-વે રાજકીય જુવાળમાં તમામ પ્રયાગો વિના વિઘ્ને સફળ થઇ જાય છે. તેવા માહોલમાં જુનાગઢની બેઠક પર ધુરંધર ગણાતી શીટીંગ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરુ સામે નરેન્દ્રભાઇ મોદીના વાયદા વચ્ચે કોંગ્રેસના ભીખાભાઇ જોશીએ જીત મેળવી અપસેટ સર્જાયું હતું અને કાયમ વીનીંગ એબીલીટીની છાપ અને આજીવન ધારાસભ્ય તરીકે અપવાદોમાં નવાનીત મહેન્દ્ર મશરૂ ની રાજકીય ફિટમાં આંચકા જનક બે્રક લાગી જવા પામી હતી. ગત ચુંટણીમાં ભાજપે જુનાગઢની બેઠક માટે પ્રચારમાં કોઇ કચાશ રાખી ન હતી. તેમ છતાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. અત્યારે ભાજપના નામે કોઇપણ ઉમેદવાર તરી જાય તેવી ભાજપની હાક વચ્ચે ભાજપ માટે ગુજરાતની કેટલીક પકક જનક બેઠકોમાં જુનાગઢ ટોપ પર છે.
કોંગ્રેસમાં સીટીંગ ધારાસભ્ય ભીખાભાઇ સામે કોઇ વિરોધ નથી પક્ષના તમામ જુથ ભીખાભાઇને રીપીટ કરવાના પક્ષમાં છે. ત્યારે ભાજપ માટે કોંગ્રેસના શીટીંગ ધારાસભ્ય સામે ટકોરાબઘ્ધ ઉમેદવાર માટે લાંબા સમયથી વિચાર વિમર્શ ચાલુ છે. જુનાગઢની ભાજપ ટીમ માંથી કોને ટીકીટ આપવી એ કદાચ ભાજપ માટે મહત્વનું ન હોય પણ જુનાગઢની બેઠક કોઇ પણ સંજોગોમાં જીતથી ભાજપ માટે જરુરી બન્યું છે. જુનાગઢની બેઠક પર આહિર, ક્ષત્રીય, કોળી, પાટીદાર, મુસ્લીમ, ઓબીસી મતદારોનું એક સખરુ પ્રભુત્વ છે. કોઇ એક જ્ઞાતિથી ઉમેદવાર જીતી ન શકે તો કંઇ નહી પણ દરેક જ્ઞાતિ ઉમેદવારને હરાવી જરુર શકે ગત 2017ની ચુંટણીએ ભાજપના સેવાભાવી ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરુને નકારાત્મક મતદાન નડી ગયું હતું.
તેમાં પણ દલીત, બ્રાહ્મણ, મુસ્લીમ મતદારો ના પ્રભાવની સામે પાટીદાર, લોહાણા, વાલ્મીકી મળી પટેલ ના ત્રણ લાખથી વધુ મતદારોનુ સોરઠીયા આહિર, કારડીયા, ક્ષત્રીય કોળી, પાટીદાર વસ્તી ના આહીર સમાજનું 1ર ટકાથી વધુ મતદાન અસરકાર રહ્યું.જુનાગઢની બેઠક પર 2017માં કોંગ્રેસે એક વખત નાકામ નીવડેલા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોશીને મેદાનમાં ઉતાર્યા ત્યારે ભીખાભાઇનું નેતૃત્વ કોંગ્રેસનું સંગઠન વ્યકિતગત સંબંધો, બ્રહ્મસમાજ, દલીત સમાજ, મુસ્લીમ સમાજ આહિર સમાજ કોળી જ્ઞાતિ અને કોંગ્રેસના કમીટેડ વોટની સાથે તત્કાલીન શીટીગ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરુ સામે એન્ટી ઇન્કનીલન્સી ફેકટરે અપસેટ સર્જર્યુ હતું.
કોંગ્રેસની સીટીંગ ધારાસભ્ય સામે આ વખતે ભાજપ કોને મેદાનમા ઉતારશે તે અગાઉ જ નકકી થયાનું નકકી છે. જુનાગઢની બેઠક પર લોકો નાની ચર્ચાતા નામો વચ્ચે આપ, કોંગ્રેસ, ભાજપના ત્રીપાંખીયા જંગમાં ટકકર ભાજપ કોંગ્રેસ વચ્ચે જામે તે વાત નકકી છે જયારે ભાજપની છાવણીમાં જુનાગઢની બેઠક પર ભાજપ દ્વારા કોઇ અખતરા નહી થાય ટકોર બંધ ઉમેદવાર માટે કવાયત વધે ભાજપની સંભવિત ઉમેદવારો આ સૌથી ટોપ પર સરકારી આગેવાન ડોલરભાઇ કોટેચા, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, પુનીતભાઇ શર્મા, સંજયભાઇ કોટડીયા, નીલેશભાઇ ધુલેશીયા, કે.ડી.પંડયાના નામો ચર્ચાય રહ્યા છે. પક્ષમાં જુનાગઢની બેઠક પર જો સંતોને મેદાનમાં ઉતારવાના સંજોગો વચ્ચે રૂદ્રટવર ભગીર આશ્રમા ઇન્દ્રભારતી બાપુ અને યોગી આદીત્યનાથ સાથે નીકળટાતાથી જોડાયેલા ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ પણ ચર્ચાય છે. ત્યારે નામ, જ્ઞાતિ, વર્ગના સહીતના ભાજપ માટે ગોલા છે. ભાજપ માટે જુનાગઢની ઝુપવાયેલી બેઠક જીત અંકે કરવા આ વખતે કોઇ ટીકક ન લેવા જે એક માત્ર અભિગમ અપનાવવાનો છે.
સામાપક્ષે કોંગ્રેસના શીટીંગ ધારાસભ્ય ભીખાભાઇ જોશી પોતાના થયેલ કામો સામાજીક સંબંધો અને કમીટેક વોટના આધારે બેઠક જાળવી રાખવા મહેનતમાં લાગી રહ્યા છે.