લંડન અને રાજકોટ રહેતા બે શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો આપી અભદ્ર ટીપણી કરતા પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગોલ્ડન પાર્ક શેરી નં-2 માં રહેતા લોક ગાયક દેવાયતભાઈ ખવડ (ઉ.વ.36)વિશે લંડન રહેતા અને રાજકોટ રહેતા બે શખ્સોએ ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ગાળો ભાંડી, અપમાનજનક ટીપ્પણીઓ કરતા તેને આ અંગે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. જેમાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસ ફરિયાદમાં દેવાયતભાઈ ખાવડે જણાવ્યું કે, ગત તા.30 ઓકટોબરના રોજ તેને જાણવા મળ્યું કે લંડન રહેતો જીત મોડાસીયા અને રાજકોટ રહેતા મયુરસિંહ ચંપકસિંહ ઝાલા ઈન્સ્ટાગ્રામ લાઈવમાં તેને જેમફાવે તેમ અપશબ્દો કહ્યા છે. જેથી તેણે ઈન્ટાગ્રામ ચેક કરતા તેમાં જીત મોડાસીયા લાઈવ થયાનું અને મયુરસિંહ ઝાલા તેમાં 2 જોડાયાનું જાણવા મળ્યું હતું. બંને કે આરોપીઓએ તેને જેમફાવે તેમ ગાળો આપી અને તેના વિશે અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી.
આરોપી મયુરસિંહના સગા તેની શેરીમાં રહે છે જેથી ગાડી પાર્કિંગ બાબતેતેની સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું તેમ પણ પોલીસને જણાવ્યું હતું. ગાંધીગ્રામ-2 પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથધરી છે.