ગુજરાત રાજય ખાદ્ય તેલ તેલીબિયા એસો. ના પ્રમુખ સમીરભાઇ શાહે કેન્દ્ર સરકારને પત્ર પાઠવી આભાર માન્યો
ખાદ્યતેલ અને તેલિબિયા ના નાનામોટા વેપારીઓની સવલત વધારનારા સરકારના ખાદ્યતેલ પરની સ્ટોક લીમીટ હટાવી લેવાના સરકારના નિર્ણય ને આવકારી રાજય ખાદ્યતેલ તેલીબિયા એસો. ના પ્રમુખ સમીરભાઇ શાહે ગ્રાહક મંત્રાલય નવી દિલ્હીને પત્ર પાઠવી આભારની લાગણી વ્યકત કરી છે.
સમીર શાહે ગ્રાહક મંત્રાલયને પત્ર પાઠવી જણાવેલ કે ખાદ્યતેલ અને તેલિબિયાના વેપારી માટે સ્ટોક લીમીટ દુર કરવાનો નિર્ણય લાભકારી બનશે.
સ્ટોક લિમીટની આ મર્યાદા આયાતી તેલ માટે લાગુ પડતી નથી. માત્ર ધરેલુ વેપારીઓ માટે જ મુશ્કેલી બની હતી. ખાદ્યતેલ નો ભાવ વધારો કાબુમાં રાખવા માટે ખાદ્યતેલની સ્ટોક મર્યાદા સ્થાનીક વેપાર માટે અયોગ્ય બન્યું હતું. સરકારે સમયોચીત નિર્ણય કરી ખાદ્યતેલ તેલિબિયાનો સ્ટોક લીમીટ- મર્યાદા હટાવી તેને સમીર શાહે આવકારી સરકારના યોગ્ય નિર્ણય બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.