વિધાનસભાની ચૂંટણી આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા ચૂંટણીને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જળવાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂંટણી દરમિયાન કઈ રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી તે અંગેનાં પ્લાનીંગને
આખરી ઓપ આપી દીધો હોય તેમ શહેરના સંવેદનશીલ વિસ્તાર જેમા ભક્તિનગર, પ્ર. નગર, ગાંધીગ્રામ, થોરાળા અને બી. ડીવીઝન પોલીસ મથકના વિસ્તારોમાં પેટા મીલટરી ફોર્સ ને સાથે રાખી ફલેટમાર્ચ યોજવામાં આવ્યો હતો. ફૂટ પેટ્રોલીંગમાં પેરામીલટરીની સાથે ક્રાઈમ બ્રાંચ, એસ.ઓ.જી. અને સ્થાનીક પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.