ગોંડલ શહેર ધાર્મિક અને પ્રવાસન ની દ્રષ્ટિએ અત્યંત મહત્વ નું સ્થાન સાથે સૌરાષ્ટ્ર નું અગ્રીમ માર્કેટ યાર્ડ ધરાવતું હોવા છતાં એસટી તંત્ર દ્વારા વ્હાલા દવલા ની નીતિ દાખવાતી હોય 300  થી વધુ બસો બાયપાસ ચલાવવામાં આવે છે. જેના પરિણામે હજારો મુસાફરો ને યાતના ભોગવી પડી રહી છે. આ અંગે શહેર ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશભાઈ સાવલિયા તથા યુવા ભા

IMG 20221102 WA0191

જપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા એસટી ના ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે હાલ આશરે 300 થી વધુ વધુ બસો બાયપાસ દોડે છે સાથે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે લોકલ બસો પણ બસ સ્ટેન્ડ આવવાની જગ્યાએ બારોબાર દોડે છે તેમ છતાં એસટી તંત્ર મૌન ધારણ કારી બેઠું છે. શહેર મા વિશ્વિખ્યાત અક્ષરમંદિર, ભુવનેશ્વરી મંદિર અને રાજાશાહી વખત થી જેમની નામના છે તેવી રજવાડી ધરોહર નૌલખા પેલેસ પ્રવાસન સ્થળ મા આગવી વિશેષતા ધરાવતા હોવા છતાં બસોની સગવગડતા આપવાની જગ્યાએ એસટી તંત્ર દ્વારા આટલી બસો બાયપાસ દોડાવતા અંગે યોગ્ય કરવા કુલદીપસિંહ જાડેજા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.