બે માસમાં વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદ
રાજકોટ નાગરિક સહકારી બેંક નાં ડિફોલ્ટર વનરાજસિંહ વજુભા જાડેજા અને બેકર ફુડ પ્રોડકટને ચેક રિટર્નનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરની રકમ ચૂકવવા હૂકમ કર્યો છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની બેડીપરા શાખાના ખાતેદાર વનરાજસિંહ વજુભાઇ જાડેજાને રૂા. 10 લાખનું અને ઉદ્યોગનગર શાખાના ખાતેદાર બેકર ફુડ પ્રોડકટના ભાગીદારો આનંદ નાનાલાલ વૈષ્નાણી અને શોભનાબેન નાનાલાલ વૈષ્નાણીને રૂા. 45 લાખનું ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ બંને ખાતા ડિફોલ્ટર (એનપીએ) થયા હતા. ખાતેદારોએ આપેલ વસુલી રકમનો ચેક પરત ર્ફ્યો હતો.
બેંકે વનરાજસિંહ વજુભાઇ જાડેજા અને બેકર ફુડ પ્રોડકટના ભાગીદારો આનંદ નાનાલાલ વૈષ્નાણી અને શોભનાબેન નાનાલાલ વૈષ્નાણી સામે રાજકોટની નેગોશિયેબલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ ર્ક્યો હતો. ખાતેદારોએ મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.
આથી, ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ વનરાજસિંહ જાડેજા અને બેકર ફુડ પ્રોડકટના ભાગીદારો આનંદ નાનાલાલ વૈષ્નાણી અને શોભનાબેન નાનાલાલ વૈષ્નાણીને એક-એક વર્ષની જેલની સજા અને ચેક રિટર્નના વળતરરૂપે વનરાજસિંહ વજુભાઇ જાડેજાને રૂા. 10,34,473/- અને બેકર ફુડ પ્રોડકટના ભાગીદારો આનંદ નાનાલાલ વૈષ્નાણી અને શોભનાબેન નાનાલાલ વૈષ્નાણીને રૂા. 3,93,000/-ની રકમ બે માસમાં ન ચુકવે તો વધુ જો વનરાજસિંહ જાડેજા અને બેકર ફુડ પ્રોડકટના ભાગીદારો આનંદ નાનાલાલ વૈષ્નાણી અને શોભનાબેન નાનાલાલ વૈષ્નાણી, આ રકમ ન ચુકવે તો બીજા ત્રણ માસની વધારાની કેદની સજા ફરમાવી હતી.
ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેંક વતી વિદ્વાન એડવોકેટ આર. બી. ગોગીયા, ફરિયાદી ભાવિનભાઇ વેકરીયા હતા. ચેક રિર્ટનનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેંકનાં અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઇ ગયો છે.