મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
મોરબી પર આવેલ આફતના સમયે એનડીઆરએફ, આર્મી, ફાયર, અને મિલેટ્રીના જવાનો ખડેપગે સેવા બજાવી રહ્યા હતા. જેઓને બિરદાવવા મોરબી કંસારા યુવક મંડળ દ્વારા સ્વ ખર્ચે સેવા કાર્ય ચલાવવામાં આવ્યું હતું. જેમાં જવાનોની જમવાની, ચા પાણીની, ન્હાવાની તથા સુવાની વ્યવસ્થા મોરબી કંસારા યુવક મંડળ દ્વારા કરી આપવામાં આવી હતી. ત્યારે આ સેવા કાર્યક્રમમાં ઘેર-ઘેરથી રોટલી/પરોઠા /થેપલા એકઠા કરી મોરબી કંસારા યુવક મંડળ દ્વારા ઉમદા વ્યવસ્થા ગોઠવવા આવી હતી. તેમજ ગઈકાલ સવારથી આજ બપોર સુધી અંદાજીત 400/500 જવાનો માટે આ ઉમદા આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ સમાન કાર્યમા કંસારા સમાજ તથા અન્ય સમાજ મીત્ર મંડળ દિવસ રાત જોયા વગર જોડાયા હતા.