સૌરાષ્ટ્રભરમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા પ્રાર્થના
મોરબી પુલ દુર્ધટનામાં મોતને ભેટેલા હતભાગીઓના આત્માની શાંતિ માટે સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર શ્રઘ્ધાંજલી આપવામાં આવી રહી છે.
ખંભાળીયા
તાજેતરમાં મોરબીમા: ઝુલતા પુલની દુર્ધટનામાં માર્યા ગયેલા લોકોને શ્રઘ્ધાંજલી આપવા માટે ગઇકાલે અહીંના જોધપુર ગેઇટ ચોકમાં વિહિપ દ્વારા શ્રઘ્ધાંજલી સભા રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આગેવાનો ભાજપના નેતાઓ જોડાયા હતા. દીવંગતો ને મીણબત્તી પ્રગટાવીને તથા પ્રાર્થના સાથે મૌન કરીને શ્રઘ્ધાંજલી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિહપના સૌરાષ્ટ્ર ધર્માચાર્ય પ્રમુખ પ્રવીણસિંહ કંચવા, શહેર પ્રમુખ જયસુખલાલ મોદી, પૂર્વ રાજયમંત્રી મુળુભાઇ બેરા, અગ્રણીઓ મયુરભાઇ ગઢવી, અનિલભાઇ તન્ના, શૈલેશભાઇ કણઝારીયા, દિલીપભાઇ ધધડા, જગુભાઇ રાયચુરા, મિલનભાઇ મોદી, ભવ્ય ગોકાણી, ઘનશ્યામસિંહ જાડેજા, ભીખુભા જેઠવા, મનુભાઇ મોગાલી, ઇન્દ્રજીતસિંહ પરમાર, જીજ્ઞેશભાઇ પરમાર, હસુભાઇ ધોળકીયા વિ. જોડાયા હતા.
સલાયા લોહાણા સમાજના અગ્રણી અને સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા એ સલાયા જલારામ મંદિરે જલારામ જયંતિ નિમિતે મોરબી હોનારતમાં મૃત્યુ પામનારા સદગતના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને આં દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી જલારામ બાપા પાસે પ્રાર્થના કરી હતી. અને સમસ્ત રઘુવંશી સમાજ વતી આં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
જસદણ
સમગ્ર દેશ માટે મોરબીના ઝુલતા પુલની કારમી દુર્ધટના લાખો કરોડો માનવીનું હૈયું કંપાવી ગઇ આ અંગે હતભાગીઓને વ્હારે કોઇ પબ્લીસીટી કર્યા વગર અનેક જસદણવાસીઓ પોત પોતાની રીતે વ્હારે ચડયા હતા.
આ ઘટના અંગે દુ:ખ વ્યકત કરી પોતાના ભાગે આવતું કામ સુપેરે નિભાવ્યું હતું. તાત્કાલીક ધોરણે તો ભરતભાઇ બોધરા અને કુંવરજીભાઇ બાવળીયા મોરબી પહોંચી ગયા હતા દરમિયાન જસદણના હુસામુદ્ીન કપાસીએ મૃતકો પ્રત્યે અંત: કરણપૂર્વક દિલસોજી અને શ્રઘ્ધાંજલી વ્યકત કરી હતી.
તાલાલા
તાલાલા સરદાર ચોક માં તમામ જ્ઞાતિ ના લોકો એ મોરબીમાં જુલતા પુલ ની દુર્ઘટના માં જીવ ગુમાવનારા ઓ લોકો ને આપી શ્રદ્ધાંજલિ તાલાલા ના સરદાર ચોકમાં તમામ જ્ઞાતિ માં બહોળી સંખ્યામાં એકત્રીત થઇ બે મિનિટ મૌન પાડી સર્ધાંજલી આપી આ દુર્ઘટના માં માર્યા ગયેલ લોકો ની આત્માને સાંતી આપે એવી તમામ સમાજના લોકોએ પ્રાર્થના કરી સરધાંજલી આપી હતી.
ધોરાજી
ધોરાજીના નગરજનો દ્વારા મોરબી પુલ દુર્ધટનામાં જે લોકોના મરણ થએલ છે તેઓને શ્રઘ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખેલ, જેમાં ધોરાજી શહેરના તમામ નાગરીકો અગ્રણી સહીતના નગરજનો બાપુના બાવલા ચોકમાં એકત્રી થઇ ને રેલી સ્વરુપે ત્રણ દરવાજે પહોંચી શ્રઘ્ધાસુમન અર્પણ એમ દલસુખભાઇ વાગડીયાની યાદીમાં જણાવેલ હતું.
ખિલખિલાટ ઝુલતી હતી જિંદગી…. હાસ્ય તળે આસું ધગધગતા હશે કોને ખબર?
- રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ
- નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો તે અત્યંત દુ:ખદ ઘટના: પ્રદિપ ત્રિવેદી
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે તા.30 ના રોજ મોડી સાંજે મોરબીમાં આવેલ ઝૂલતો પુલ અચાનક તૂટી જતા ઝૂલતો પુલ જોવા આવેલા લોકો માંથી 135 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે જે અત્યંત દુ:ખદ ઘટના છે આ દુ:ખદ ઘટનાના અનુસંધાને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી પુલ હોનારતમાં મૃતકોની આત્માની શાંતિ અર્થે સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્ટેચ્યુ, બહુમાળી ભવન ચોકથી રાજીવ ગાંધીજીના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રદીપભાઈ ત્રિવેદી, સંજયભાઈ અજુડિયા, ભાનુબેન સોરાણી, અર્જુનભાઈ ખાટરીયા, દિનેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ સાદરાણી, પાર્થ બગડા, ગિ રીશભાઈ ઘરસંડિયા, કેતન તાળા, પ્રહલાદસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, રણજીતભાઈ મુંધવા, દિપ્તીબેન સોલંકી, હાર્દિપ રાજપૂત, ઘનશ્યામ મકવાણા, પ્રવીણભાઈ રાઠોડ, અતુલભાઈ રાજાણી, સુરેશભાઈ બથવાર, ગોપાલભાઈ અનડકટ, હિતેશભાઈ વોરા, પ્રભાતભાઈ ડાંગર, વૈશાલીબેન શિંદે, મથુરભાઈ માલવી, નાગજીભાઈ વિરાણી, કેતનભાઈ જરીયા, મુકુંદ ટાંક, પ્રવીણભાઈ અમૃતિયા, ઠાકરશીભાઈ ગજેરા, ધર્મેશભાઈ ઢાંકેચા, મહેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ રાજપૂત, સુરુભા જાડેજા, હસુભાઈ ગોસ્વામી, હિરલબેન રાઠોડ, પ્રફુલાબેન ચૌહાણ, દુરૈયાબેન મુસાણી, શાંતાબેન મકવાણા, સલીમભાઈ કારીયાણીયા, સંજયભાઈ લાખાણી, ભાવેશ પટેલ, અહેસાન ચૌહાણ, દુશ્યન્તભાઈ ગોહેલ, પ્રકાશભાઈ વેજપરા, જગદીશભાઈ સખીયા, અજીતભાઈ વાંક, અરવિંદભાઈ મુછડિયા, નરેશભાઈ પરમાર, હિતેશભાઈ બોરીચા, જયેશભાઈ ડોડીયા, ગોપાલભાઈ મારવી, હબીબભાઈ કટારીયા, હિમતભાઇ મિયાત્રા, મયુરસિંહ પરમાર, વિજયસિંહ ચૌહાણ, વશરામભાઈ ચાંડપા, રવિભાઈ ડાંગર, વાલજીભાઈ બથવાર, શૈલેશભાઈ રૂપાપરા, રવિભાઈ જીતીયા, બ્રિજરાજસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, મિત બાવરીયા, અક્ષાંશ ગોસ્વામી, મુન્નાભાઈ જાડેજા, દિલીપભાઈ નિમાવત, દિલીપભાઈ આસવાણી, મયુરભાઈ શાહ, ભરતભાઈ ગોંડલયા, દીપ ભંડેરી, મનોજ ગઢવી, અશોકભાઈ વાળા, જયદીપ સોલંકી, તેજસભાઈ જોશી, ગોપાલભાઈ મોરવાડિયા સહિતના આગેવાનો કાર્યકરો કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.
- મોટી દુર્ધટના પછી સાવચેતિના પગલા ક્ષણીક ‘સ્મશાન’ વેરાગ્ય જેવા
મોરબી મચ્છુ ઝુલતા પુલ દુર્ધટનામાં 141 થી વધુ નિર્દોષ બાળકો મહીલા પુરૂષોના મોતને લઇ સૌરાષ્ટ્ર-ગુજરાત દેશમાં જ નહી સમગ્ર દુનિયામાં આ અરેરાટી ફેલાય જવા પામી છે, અમેરીકા, બ્રીટન, રશીયા સહીત દુનિયાના મહાનુભાવોએ મૃતકો પ્રત્યે સ્વેદના સાથે આ કારમી ઘટના અંગે દુ:ખ વ્યકત કર્યુ છે. મોરબીની દુર્ધટનામાં કયાંકને કયાંક માનવ બેદરકારી રહી જ છે. કસુરવારોને આકરી સજા મળવી જ જોઇએ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, અને મંત્રીઓ તાત્કાલીક મોરબીની સ્થળ તપાસ કરી હતભાગીઓની સારવાર અને મૃતકોના પરિવારજનોને વળતરની સરકારી ફરજમાં કોઇ કચાસ ન રહે તેની તાકીદ કરવામાં આવી છે. આખો દેશ પીડીતો પડખે ઉભું છે. અને એ આવી દુર્ધટના પુનરાવર્તન ન થાય તે માટે સૌરાષ્ટ્ર ગુજરાતના જાહેર સ્થળો ખાસ કરીને જાહેર સ્થળો, જુના પુલ, જર્જરીત ઇમારતોમાં ભીડ ન થાય તેની તકેદારીનો માહોલ બંદોબસ્તનો જે માહોલ ઉભો થયો છે.
તે આવકાર્ય છે. પરંતુ દરેક ભાગદોડ, હોનારત જર્જરીત ઇમારતો ધરાશાયી થવાની ઘટના પુર હોનારતની ઘટનાઓ પછી તકેદારીનો માહોલ સ્મશાન વેરાગ્ય જેવો ક્ષણીક રહે છે. મોરબી ઝુલતા પુલ દુર્ધટનામાં 140 થી વધુ મૃતદેહોના કમનસીબી કે સદનસીબી ગણો… એક પણ સુરક્ષા કર્મયોગી કે તંત્રનો કોઇ વ્યકિતનું નામ નથી. પુલ પર મેદની જામી ત્યારે સ્થાનીક પોલીસે સામાન્ય બંદોબસ્ત પણ નહી ગોઠવ્યું હોય ? સામાન્ય રીતે પોલીસ ચોકી હસ્તના કોઇ ગામડામા કોઇ સુરાપુરા દાદાની ડેરી કે નાના સ્થળો એ 200-500 લોકો જમા થવાના હોય ત્યાં પોલીસની અચુક હાજરી હોય જ છે, મોરબી ઝુલતા પુલ પર મેળા જેવું વાતાવરણ હતું પણ એકેય પોલીસની હાજરી નહોતી. આવી ઘટના બાદ તકેદારીના પગલા સામાન્ય રીતે સ્મશાન વેરાગ્ય જેવી શ્રણીક હોય છે. એટલે જ એક પછી બીજા કરૂણાંકીત સર્જાતી રહે છે હકીકત સૌ સ્વીકાય જ ન નહીં.