ગોંડલ: ટોલ નાકા પાસે એસ.ટી. ડ્રાઈવર પર બોલેરો ચાલકે કર્યો હુમલો
ગોંડલ નજીક આવેલા ભરૂડી ટોલનાકા પાસે બોલેરોના ચાલકે ઓવરટેઈક કરવા બાબતે એસ.ટી. ડ્રાઈવર પર હુમલો કરતા બોલેરો ચાલક સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ મારમાર્યાની અને ફરજમાં રૂકાવટનો ગુનો ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાયો છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના ઘરમોળા ગામે રહેતા અને ર્એસ.ટી.માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કાળુજી વાઘોજી ઠાકોરે ગોંડલ તાલુકામાં ફરિયાદ નોંધાવ્યા મુજબ તેઓ રાપર-જૂનાગઢની બસ લઈને જતા હતા અને ભરૂડી ટોલ નાકા પાસે પહોચ્યાત્યારે આર.જે.01 યુ.બી. 2909નો ચાલક બસને ઓવરટેઈક કરવા જતો હતો ત્યારે મે બસ રોડ પર લેતા બોલેરો ચાલકે બસ ઉભી રખાવી હતી.
બોલેરો ચાલકે મનેકહ્યું કે તું શા માટે મને ઓવરટેઈક કરવા નહોતો દેતો? કહી ચાલક સહિત ત્રણ શખ્સો મને મારમારી, બસના ડ્રાઈવર સાઈડના કાચ તોડી નાશી ગયા હતા.
ગોંડલ તાલુકા પોલીસે એસ.ટી.ના ડ્રાઈવર કાળુજી ઠાકોરની ફરિયાદના આધારે બોલેરો ચાલક સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ મારમાર્યાની અને ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધી બોલેરોના નંબરનાં આધારે શોધખોળ હાથ ધરી છે. આ કેસની વિશેષ તપાસ ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.એચ. ઝાલા ચલાવી રહ્યા છે.