દુષ્કર્મ પીડિતા પર ટુ ફિંગર ટેસ્ટ કરવો અતિ ત્રાસદાયક: સુપ્રિમે પ્રતિબંધ મૂક્યો
સુપ્રીમ કોર્ટે બળાત્કાર પીડિતા પર ટુ ફિંગર ટેસ્ટ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ પીડિતા સાથે આ પ્રકારનો ટેસ્ટ કરવો તે અતિ ત્રાસદાયક અને નારી ગૌરત્વના હનન સમાન છે તેવું જણાવ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ટુ ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે દુષ્કર્મના કેસમાં ટુ ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ લાધી દીધો છે. આ સાથે જ કોર્ટે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ પ્રકારનો ટેસ્ટ કરશે તો તે વ્યક્તિને ગેરવર્તણૂકનો દોષી ઠેરવવામાં આવશે. રેપ-હત્યાના મામલે નિર્ણય સંભળાવતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે, પીડિતાના યૌન ઈતિહાસ પુરાવા મામલે કોઈ સામગ્રી નથી. જસ્ટિસે કહ્યુ કે એ ખેદજનક છે કે આજે પણ ટુ ફિંગર ટેસ્ટ ચાલી રહ્યો હતો.
કોર્ટે મેડીકલ કોલેજોના અભ્યાસક્રમોમાંથી ટુ ફિંગર ટેસ્ટને હટાવી દેવાનો આદેશ આપતા કહ્યુ કે બળાત્કાર પીડિતાની તપાસ કરવાની આ અવૈજ્ઞાનિક આક્રમક રીત યૌન શોષણની પીડિત મહિલાને ફરીથી દુ:ખી કરે છે અને સાથે જ તેમની સાથે ઘટેલી ઘટનાની ફરીથી યાદ અપાવે છે. સુનાવણી દરમિયાન રેપ-હત્યાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આરોપીની મુક્તિના આદેશને પલટી દીધો, સાથે જ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી. જેની પર સુનાવણી ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 2013માં આ પ્રથાને ગેરબંધારણીય માની હતી અને કહ્યુ હતુ કે આ રીતનો ટેસ્ટ કરવો જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે બળાત્કારની પુષ્ટિ કરવા માટે પીડિતાના ‘ટૂ ફિંગર ટેસ્ટ’ પર સખત નારાજગી વ્યક્ત કરી છે.
કોર્ટે કહ્યું, ’જે પણ આવું કરે છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવો ટેસ્ટ પીડિતાને ફરીથી ત્રાસ આપવા સમાન છે.” સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્દોષ છૂટવાના આદેશને ઉલટાવી દીધો હતો અને બળાત્કાર-હત્યાના કેસમાં આ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી હતી. વાસ્તવમાં 2013 માં જ સુપ્રીમ કોર્ટે ટુ ફિંગર ટેસ્ટને ગેરબંધારણીય જાહેર કરી હતી અને કહ્યું હતું કે આ ટેસ્ટ ન થવો જોઈએ.