દેશના લોખંડી પુરૂષ અને રાષ્ટ્રના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલની તા.31 ઓકટોમ્બરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે.
તા.30 ઓકટોમ્બરના રોજ રાજકોટમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે પોલીસ હેડ કવાર્ટર ખાતેથી યોજાયેલી એકતા રેલી રેસકોર્ષ રીંગ રોડ થઇ બહુમાલી ભવન ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુને સલામી આપી હતી.
આ રેલીમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ સહિત તમામ પોલીસ અધિકારીઓ, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ જોડાયા હતા.