1875 ની 31 ઓક્ટોબરે જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ એક બાહોશ સંયમી અને મજબુત મક્કમ મનોબળના માલીક હતા. ભારતના રાજકીય તેમજ સામાજીક નેતા હતા.તેમના મક્કમ મનોબળને કારણે સરદાર સાહેબ લોંખડી પુરૂષ તરીકે પણ ઓળખાય છે .

ગુજરાતના કરમસદ ગામમાં સરદાર સાહેબનો ઉછેર થયો હતો  પોતે એક સફળ વકીલ હતા મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી પ્રભાવિત થઈ ગાંધીજી પ્રત્યે ખેંચાયા હતા.

સરદાર સાહેબે ગુજરાતના ખેડા બોરસદ અને બારડોલીના ખેડૂતોને સંગઠીત કરી અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા 1934 અને 1937માં કોંગ્રેસ પાર્ટીને સંગઠીત કરી ભારત છોડો આંદોલનમાં ખુબ જ મહત્વની ભુમિકા ભજવી હતી.

ઝવેરબેન સાથે તેમના લગ્ન થયા હતા એક પુત્ર ડાહ્યાભાઈ અને પુત્રી મણીબેન હતા સરદાર સાહેબ ક્યાંક પણ પોતાના નામનો ઉપયોગ સંતાનો કરે એના વિરોધી હતા  .પોતાનું નામ લઈને સંતાનો કોઈ કામ કરે તેના સખત વિરોધી હતા

ભારતના પહેલા ગૃહમંત્રી ઉપપ્રધાનમંત્રી તરીકે પંજાબ અને દિલ્હીના બેઘરો માટે સહાયનું આયોજન કર્યું સરદાર સાહેબ ભારતમાં મુક્ત વ્યાપાર થતા માલિકીના હક્કના હિમાયતીઓમાના એક હતા.

સરદાર સાહેબનું સૌથી મોટું યોગદાન ભારતના 550 થી વધુ રજવાડા રિયાસતોને એક છત્ર નીચે લાવી અખંડ ભારતના નિર્માણનું હતું.જૂનાગઢ હૈદરાબાદ  જેવા માથાના દુખાવાને સમજાવતા નાકે દમ આવી ગયો ક્યાંક સમજાવટ ક્યાંય લશ્કરી કામગીરીની ચીમકી આપી સરદાર સાહેબે ખુબ કપરી કામગીરી બજાવી હતી કાશ્મીરમાં  મહારાજા હરિસિંહની ભુલનું બહુ મોટું પરિણામ આજે પણ આપણે ભોગવી રહ્યા છે

સરદાર સાહેબને  1991માં મરણોત્તર ભારત રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

સરદાર સાહેબ બચપણથી જ નીડર સહનશીલ હતા બચપણમાં એક ગૂમડું ફોડતા વૈદ્યજીનો જીવ ચાલતો નહોતો તે વખતે સરદાર સાહેબે વૈદ્યજીના હાથમાંથી ધગધગતો ગરમ સળિયો ઝુટવીને પોતે જ ગૂમડું ફોડી કાઢ્યું હતું.

એક વખત સરદાર સાહેબ કોર્ટમાં એક સાક્ષીની ઉલટતપાસ કરી રહ્યા હતા .તે વખતે એક વ્યક્તિ એક નાનો કાગળનો ટુકડો સરદાર સાહેબને આપતા સરદાર સાહેબે એ કાગળ વાંચી પોતાના ખિસ્સામાં મુકી દલીલ ચાલુ રાખી હતી અંતે કેશ જીતી પછી કાગળમાં લખેલા સમાચાર પોતાના સાથીમિત્રોને આપ્યા હતા જેમાં સરદાર સાહેબની પત્નીના અવસાનના સમાચાર હતા આવા મક્કમ મનોબળના માલીક હતા સરદાર સાહેબ

સરદાર સાહેબ વિવેક અને શિસ્ત માટે જાણીતા હતા

ગાંધીજીના નક્કર પગલાં ભરવાના વલણને કારણે ગાંધીજી પ્રત્યે આકર્ષણ અનુભવ્યું હતું ગાંધીજીની અસહકાર ચળવળના ટેકામાં સરદાર સાહેબે 3 લાખ સભ્યોની ભરતી કરી 15 લાખનું ભંડોળ ભેગું કર્યું હતું

અમદાવાદમાં ગાંધીજીની વિદેશી ચીજવસ્તુઓની હોળીઓ કરવામાં આગેવાની લીધી મહત્વનો ભાગ ભજવ્યો.પછી સરદાર સાહેબે પોતે પુત્ર ડાહ્યા ભાઈ અને પુત્રી મણીબેન સાથે ખાદી પહેરવાનું ચાલુ કર્યું

સરદાર સાહેબ મહિલાઓને હક મળે એ માટે લડત ચલાવી હતી શરાબ અસ્પૃશ્યતા જાતપાતના ભેદભાવની વિરુદ્ધ ઘણું કામ કર્યું છે

1927 ના પુર વખતે અસરગ્રસ્ત માટે કપડાં ,દવા તેમજ ભોજનની વ્યવસ્થાઓ કરી

કાયરતા આપણી સૌથી મોટી નબળાઈ છે દુશમનો સામે છપ્પનની છાતી રાખો એમ સરદાર સાહેબ હમેશા કહેતા હતા

ભારતના વડાપ્રધાન બનવાની રાયમાં 16 માંથી 13 રાજ્યોના પ્રતિનિધિએ વડાપ્રધાન તરીકે સરદાર સાહેબની પસંદગી કરી હોવા છતાં ગાંધીજીની ઈચ્છાને માન આપી સરદાર સાહેબ વડાપ્રધાન બની શક્યા નહીં  તો સરદાર સાહેબ કાશ્મીરનું કોકડું ફટાફટ ઉકેલી નાખ્યું હોત

ગાંધીજીના મૃત્યુના દિવસે સરદાર  સાહેબ તેમને ખાનગીમાં વાત કરનાર છેલ્લા વ્યક્તિ હતા

મજબુત પ્રગતિશીલ ભારત બનાવનાર સરદાર સાહેબનું 75 વરસની ઉંમરે 15 મી ડિસેબમર 1950 ના દિવસે અખંડ ભારતના આ શિલ્પીએ વિદાય લીધી મુંબઈના સોનપુર સ્મશાનગૃહમાં સરદાર સાહેબને અગ્નિદાહ અપાયો તે વખતે વિશાળ જનસમુહ પંડિત નહેરુ રાષ્ટ્પતિ રાજેન્દ્રપ્રસાદ રાજગોપાલજી ઉપસ્થિત હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.