મોરબીમાં થોડા દિવસો પહેલ શરૂ થયેલો ઝૂલતો પુલ પર હજારો લોકોની અવર જવર રહેતી હતી.ઓરેવા ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષને દિવસે રીનોવેશન કર્યા બાદ લોકો માટે પુલ ખુલ્લો મુકાયો હતો.દિવાળીના તહેવારમાં 5 દિવસ દરમ્યાન આશરે 12 હજાર થી વધુ લોકોએ પુલની મુલાકાત લીધી હતી.
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા માથે ઉભેલા ૫૦૦ કરતા વધુ મુલાકાતીઓ મચ્છુ નદીના પાણીમાં ખબકયા હતા.જેમાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક ૧૪૧એ પહોચ્યો છે.જેમાં મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામા ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના જાડેજા પરીવારના ૪ બાળકો સહિત ૭ના મૃત્યુ થયા છે.જેમાં
(૧) જયાબા ગંભીરસિંહ જાડેજા (ઉં.વ.૫૫)
(૨) અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉં.વ.૨૬)
(૩) શિવરાજસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા (ઉં.વ ૧૦)
(૪) ભવ્યરાજસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા (ઉં.વ.૭)
(૫) કિરણબા પ્રતાપસિંહ જાડેજા (ઉં.વ.૨૪)
(૬) દેવાંશીબા પ્રતાપસિંહ જાડેજા (ઉં.વ.૬ )
(૭) દેવર્ષિબા પ્રતાપસિંહ જાડેજા (ઉં.વ.૫)