ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ અને મીડીયા પેનાલીસ્ટ હિરેન બેંકર, ડૉ. અમિત નાયકની ઉપસ્થિતીમાં ભારતીય જનતા પક્ષના કચ્છ જીલ્લાના આગેવાન રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉપપ્રમુખ, માંડવી તાલુકા પંચાયત, કચ્છ) (પૂર્વ ચેરમેન, બાંધકામ સમિતિ, કચ્છ), પ્રવિણભાઈ અરજણભાઈ વેલાણી (એ.પી.એમ.સી. ચેરમેન, માંડવી – કચ્છ), શિવજીભાઈ ભાણજીભાઈ સંધાર (વાઈસ ચેરમેન – એ.પી.એમ.સી. માંડવી – કચ્છ) (પૂર્વ ચેરમેન, એ.પી.એમ.સી. માંડવી -કચ્છ) (પૂર્વ સભ્ય, તાલુકા પંચાયત માંડવી) (પૂર્વ પ્રમુખ, ક્ષત્રિય સંઘાર સમાજ) તથા તેમના સાથે જોડાયેલ.
સામાજીક – રાજકીય આગેવાનોને કોંગ્રેસનો તિરંગો ખેસ પહેરાવી પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે આવકારતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાનોને અમે કોંગ્રેસ પક્ષમાં આવકારીએ છીએ અને આજ રીતે ભૂતકાળમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં પણ “ભારત જોડો” અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
કચ્છ જીલ્લાના આગેવાન રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા જણાવ્યું હતું કે, હું અને મારા સાથીઓ જનસંઘના સમયથી ભાજપના કાર્યરત છે પરંતુ હાલમાં ભાજપના પાયાના કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે તથા ગુજરાતના ખેડૂતોને પણ ખુબ જ અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગને ન્યાય માત્ર કોંગ્રેસ જ આપી શકે એમ છે. માટે અમો સાથે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યાં છીએ અને સંપૂર્ણ પ્રતિબધ્ધતાથી કોંગ્રેસ પક્ષમાં સંગઠનને મજબુત કરીને આગામી ચૂંટણીમાં વિજય બનાવીશું.