મોરબી જિલ્લાની સેન્સ પ્રક્રિયા હડમતિયા રોડ પર આવેલ એલિટ સ્ફુલ ખાતે યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠક ટંકારા પડધરી માટે 20,વાંકાનેર કુવાડવા માટે 35 અને મોરબી માળીયામાં 15 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી હતી.

મોરબી જિલ્લાની સેન્સ પ્રક્રિયામાં સૌથી પેહલા 66 ટંકારા પડધરી બેઠક માટે સેન્સ પ્રક્રીયા હાથ ધરાઈ હતી જેમાં 20 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી હતી જેમાં  દુર્લભજીભાઈ દેથરીયા, અરવિંદભાઈ વાંસદડિયા,  ભાવનાબેન કૈલા,  વિનુભાઈ દેત્રોજા,  અમિતભાઈ કાસુન્દ્રા,  જીજ્ઞાબેન પટેલ,  બાવનજીભાઈ મેતલીયા,  છગનભાઈ વાસજાળીયા,  રમાબેન ગડારા,  અજયકુમાર વસંતકુમાર ઝાલરીયા,  પ્રભુભાઈ કામરીયા,  પ્રભુલાલ પનારા,  કિરીટભાઈ અંદરપા,  રવિભાઈ સનાવડા,  અરવિંદભાઈ બારૈયા, જ્યોતિબેન ટીલવા  ગોપાલભાઈ પટેલ,  જગદીશભાઈ પનારા, મંજુલાબેન દેત્રોજા, દિલીપભાઈ સખીયા એ તૈયારી દર્શાવી હતી સાથે જ તમામ 20 લોકોએ સેન્સ નીરિક્ષકો સામે રજુઆત કરી હતી કે આ બેઠક પર રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયાને ટીકીટ આપવામાં આવશે તો તમામ ટીકીટ વાંછુંકો મોહનભાઇ કુંડારિયાને સમર્થન કરશે અને જંગી બહુમતીથી જીતાડવા તૈયારી દર્શાવી હતી.67-વાંકાનેર કુવાડવા બેઠક પર 35 લોકોએ દાવેદારી નોંધાવી: ધર્મેશભાઈ મોહનભાઇ ઝીંજવાડિયા,નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા, હરેશભાઇ રણછોડભાઈ માણસુરીયા, સીદીકભાઈ અલીભાઈ સુમરા, કુલદીપભાઈ ગાંડુંભાઈ ડાભી,રમેશભાઈ બચુભાઇ મકવાણા, ડાંગરોચા વાઘજીભાઈ કુકાભાઈ, ભરતભાઇ કાનજીભાઈ સુરેલા(ઠાકરાણી),  કેસરીસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, સુરેશભાઈ દેવકરણભાઇ પ્રજાપતિ, જીતેન્દ્રકુમાર  કાંતિલાલ સોમાણી,વિરાજ અનંતરાય મહેતા, અરવિંદભાઈ જાદવજીભાઈ કાકડીયા, દેવાંગભાઈ લક્ષ્મણભાઇ કુકાવા, કિરીટસિંહ ઝાલા, નાગદાન ચાવડા, રાજેશ્રીબેન મેહુલભાઈ ઠાકરાણી,  રમેશભાઈ કાનજીભાઈ માણસુરીયા, દેવાભાઈ હનુભાઈ વીંજવાડિયા, અણીયારીયા રતિલાલ ગણેશભાઈ, સરવૈયા ગોરધનભાઈ પોલાભાઈ, જીંજરિયા હિતેશભાઈ ભગવાનજીભાઈ, પરમાર રમેશભાઈ મનજીભાઈ,  મેર જિજ્ઞાસાબેન રાજેશભાઈ, સોરાની અજયભાઈ નાથાભાઈ, ચાવડા ધનાભાઈ નાથાભાઈ, નાકિયા દલસુખભાઈ વિરજીભાઈ, વાઢેર  વિનુભાઈ જીવાભાઈ,  કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ,  ઉઘરેજા બાબુભાઈ અરજણભાઇ, બાલોન્દ્રા રવજીભાઈ ગગજીભાઈ,બાવરવા પરસોતમભાઈ વેરશિભાઈ ભુવા એ દાવેદારી નોંધાવી હતી.

જ્યારે 65-મોરબી માળીયા સીટ માટે 15 જેટલા અગ્રણીઓએ દાવેદારી નોંધાવી છે.જેમાં મુકેશભાઈ કુંડારીયા(પ્રમુખ સીરામીક એસોસિએશન),  વેલજીભાઈ ખોડાભાઇ પટેલ,  કાંતિલાલ અમૃતિયા (પૂર્વ ધારાસભ્ય),  જીગ્નેશભાઈ હંસરાજભાઇ કૈલા,  મુકેશભાઈ નરશીભાઈ ઉધરેજા (પૂર્વ પ્રમુખ સિરામીક એસોસિએશન),  બ્રિજેશ મેરજા (રાજ્ય મંત્રી),  મંજુલાબેન દેત્રોજા,  બકુલભાઈ વિરજીભાઈ કાવર (છજજ),  જીતેન્દ્રભાઈ પટેલ (નોટરી), ઉમેશભાઈ ચંદુલાલ જાકસાનીયા,  મનુભાઈ મગનભાઈ ખાંડેખા,  ડો.નારણભાઈ જેરામભાઈ બાવરવા,  કેતનભાઈ રમેશભાઈ વિડજા,  રાઘવજીભાઈ ગડારા,  અજય લોરિયાએ મોરબી માળીયા સીટ પરથી ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.