શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ પંચરત્ન સોસાયટી અને સેટેલાઈટ ચોક વિસ્તારમાં ત્રણ શખ્સોએ દારૂ પી આંતક બચાવ્યો છે મંત્રી અરવિંદભાઈ રૈયાણીના કુટુંબી સહિત છ વ્યક્તિઓ પર છરીથી હુમલો કરતા બે વ્યક્તિઓની હાલત ગંભીર છે ત્રણેય લુખ્ખાઓએ પંચ રત્ન સોસાયટીમાં 18000ની લૂંટ ચલાવ્યા અંગેની બી ડિવિઝન પોલીસમાં અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાય છે.
જમના પાર્ક વિસ્તારના દેવશી ઉર્ફે દેવો દાદુકિયા, અર્જુન મેર અને કરણ મેર નામના શખ્સો જીજે 11 સી એચ 13 78 નંબરની કારમાં પંચરત્ન સોસાયટીમાં જઈ રૂ. 18000ની ચલાવી મહેશભાઈ પાંચાભાઇ સંખારવા નામના યુવાનના માથા પર લોખંડનું ટેબલ મારી ગંભીર ઇજા પહોંચાડયાની જય જવાન જય કિસાન સોસાયટીના હાર્દિક ભરતભાઈ ચંદ્રોલાએ ફરીયાદ નોંધાવી છે.
જ્યારે વ્રજ ભૂમિ રેસીડેન્સીમાં રહેતા અર્જુનભાઈ લાઠીગારા, પોતાના નાનાભાઈ રાહુલ અને ભત્રીજા ભવ્ય સાથે સેટેલાઈટ ચોકમાં ફટાકડા લેવા ગયા હતા ત્યારે દેવશી કોળી, કરણ મેર અને અર્જુન મેર નામના શખ્સોએ રાહુલ લાઠીગારા અને અર્જુન લાઠીગારા પર ફરીથી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
દારૂના નશામાં આંતક બચાવતા દેવશી કોળી, અર્જુન મેર અને કરણ મેર નામના શખ્સોએ સેટેલાઈટ ચોકમાં વલ્લભભાઈ જસમતભાઈ રૈયાણી, વિકાસ અને સુદામા નામના ત્રણ યુવાન પર ચડે છે હુમલો કરતા ત્રણેયને સારવાર માટે કુવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બે ડિવિઝન પી.આઈ બારોટ સહિતના સ્ટાફે ત્રણે લુખ્ખાઓ સામે લૂંટ અને હત્યાની કોશિશ અંગેના ત્રણ ગુના નોંધી તપાસો હાથ ધરે છે ઘવાયેલા વલ્લભભાઈ જસમતભાઈ રૈયાણી મંત્રી અરવિંદભાઈ રૈયાણીના કુટુંબી થાય છે જેવું અને હાલત સારી છે. ધવાયેલા છ પૈકી બેની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.