ફાઇનાન્સ કંપનીની લોનની રિકવરી કરતા શખ્સે બાઈક ના હપ્તા મામલે ઝગડો કરી પ્રોધનું ઢીમ ઢાળી દીધું
અબતક,રાજકોટ
બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલા કિનારા ગામ નજીક ગઈ કાલ સાંજના સમયે લોનની ઉઘરાણી મામલે એક પ્રોઢની તીક્ષણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ પોલીસને થતાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ફાઇનાન્સ કંપનીની લોન રિકવરી કરતા શખ્સે બાઈકના બાકી રહેલા હપ્તા મામલે ઝઘડો કરી હત્યા કરી હોવાનું જનવા મળતા પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
મળતી વિગતો મુજબ કિનારા ગામે રહેતા કનુભાઈ કાનાભાઈ જોગરાણા નામના 42 વર્ષીય પ્રોઢ ગઈકાલ સાંજના સમયે કિનારા ગામના બસ સ્ટેશન નજીક હતા ત્યારે ખાનગી ફાઇનાન્સ કંપનીના લોનની રિકવરી કરતા યુવાને બાઈકના બાકી રહેલા હપ્તા મામલે કનુભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.અને મામલો બિચકતા તેને પ્રોઢ પર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો
જેથી કનુભાઈને ગંભીર રીતે ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ પોલીસ નથી થતા પોલીસ કા હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનોની ફરિયાદ પરથી લોનની રિકવરી કરતા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.