આસો વદ ચૌદશ ને સોમવાર તા ૨૪.૧૦.૨૨ના દિવસે દિવાળી છે સાંજે ૫.૨૬ સુધી ચૌદશ તિથી છે ત્યાર બાદ અમાસ છે
દર વર્ષે દિવાળી આવે છે અને ખુશીઓની સૌગાત લઈને આવે છે. હિંદુ ધર્મમાં શાસ્ત્રોમાં દિવાળીનું મહત્વ અને હોય છે. તો ચાલો જાણીએ દિવાળીનું મહત્વ
( ૧ ) આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો .
( ૨ ) શ્રી રામ ચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દીવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા .
( ૩ ) ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય સુરાજ્ય શાસન પર્વની સ્થાપના આ દિવસે કરી હતી .
( ૪ ) શ્રી કૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો અને બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો .
( ૫ ) પાંડવો ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને હસ્તિનાપુર પધાર્યા તે દિવસ હતો . દિવાળીનો . આમ અલગ અલગ પ્રકારે દીપાવલીનું મહત્વ રહેલું છે .
પુરાણમાં મહત્વ આપણા હ્દ પુરાણ પદમ પુરાણ ભવિષ્ય પુરાણ ગ્રંથોમાં જુદી જુદી રીતે દિવાળીનું મહત્વ છે . તેમાં ખાસ કરીને બ્રહ્મ પુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે આથી જ લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે .
ચોપડા પૂજન નું મહત્વ મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપ છે . દિવાળીના ચોપડા પૂજનમાં ક્લમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવામાં આવે છે . મા લક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે છે . અને મહા સરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરરવતી માતાજી તરીકે પૂજવામાં આવે છે . આમ ચોપડા પૂજનમાં મહાકાલી મહાલક્ષ્મી – મહા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે . અને છેલ્લે લક્ષ્મી લા લાભવ બોલવામાં આવે છે એટલે કે મહા લક્ષ્મીજી ની કૃપાથી અમાસે વ્યાપાર સવાયો થાય – અષ્ટ લક્ષ્મીના નામઃ ૧. ઓમ આઈ લક્ષ્મયૈ નમઃ ૨. ઓમ વિઘા લક્ષ્મી નમઃ ૩. ઓમ સોભાગ્ય લક્ષ્મી નમઃ ૪ , ઓમ અમૃત લક્ષ્મી નમઃ ૫. ઓમ કામ લક્ષ્મી નમઃ ૬ , ઓમ સત્ય લક્ષ્મી નમઃ ૭. ઓમ ભોગ લક્ષ્મીનમઃ ૮ , ઓમ યોગ લક્ષ્મી નમઃ –
દિપાવલીના શુભ મુહૂર્ત દિપાવલીના શુભ મુહૂર્ત ની યાદી દિવાળી ના દિવસે દિવસના શુભ
ચોઘડિયા ની યાદી
અમૃત ..૬.૪૮ થી ૮.૧૪
શુભ .. ૯.૩૯ થી ૧૧.૦૫
ચલ ..૧.૫૭ થી ૩.૨૨
લાભ ..૩.૨૨થી ૪.૪૮
અમૃત ..૪.૪૮થી ૬.૧૪ ……
રાત્રિના શુભ ચોઘડિયા ની યાદી
ચલ ..૬.૧૪ થી ૭.૪૮
લાભ ..૧૦.૫૭ થી ૧૨.૩૧ શુભ ..૨.૦૫થી ૩.૪૦
અમૃત .. ૩.૪૦ થી ૫.૧૪
બપોરે અભિજીત મુહૂર્ત ૧૨.૦૮ થી ૧૨.૫૪
સાંજે પ્રદોષકાળનું શુભ મુહૂર્ત ૬.૧૪ થી ૮.૪૪ રાત્રે નિશિથકાળ નુ શુભમુહૂર્ત ૧૨.૦૬ થી ૧૨.૫૬ શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)