દિવાળી અને નવા વર્ષની સૌને શુભકામના પાઠવતા ચેરમેન નરેશભાઈ પટેલc

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ મંદિર દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે.   વેકેશનના દિવસોમાં તો ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે દિવાળીના પર્વને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દિવાળીના પર્વને લઈને મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. દિવાળી પર્વમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો મા ખોડલના દર્શનાર્થે પધારવાના હોય વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 350થી વધુ સ્વયંસેવકો અને ખોડલધામનો સ્ટાફ સેવા બજાવશે.

5 1

દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. સાથે જ મંદિર પરિસરમાં નીતનવી રંગોળીઓ પૂરવામાં આવશે.ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતાં હોય છે ત્યારે ટ્રસ્ટ દ્વારા 50 હજાર જેટલા સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

3 3
DCIM100MEDIADJI_0392.JPG

ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય ત્યારે તેઓને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે, પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે.

6

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે દિવાળી અને નૂતન વર્ષની સૌ કોઈને શુભેચ્છા પાઠવી છે અને દર્શનાર્થીઓ મા ખોડલના દર્શન શાંતિપૂર્ણ માહોલમાં કરે તેવી અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.