દિવાળીના તહેવારમાં મોટાભાગનો હિસાબ કિલયર: 70 કરોડથી પણ વધુ રકમની ચુકવણી
સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં આખા વર્ષનો હિસાબ ચોખ્ખો કરી દેવામાં આવતો હોય છે. કોર્પોરેશનની હિસાબી શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં વિવિધ કામોના કોન્ટ્રાક્ટરના 3 હજારથી પણ વધુ બીલોનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. અંદાજે 70 કરોડથી પણ વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે. 15 તારીખ પછીના 1 હજાર બીલોનું ચુકવણું હજુ બાકી છે જે કચેરી ખૂલતાંની સાથે જ કરી દેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્ય સરકારની સૂચના મુજબ કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરોને ગત 19મી ઓક્ટોબર સુધીમાં પગાર અને પેન્શનની રકમ ચૂકવી દેવામાં આવી છે. દરમિયાન દિવાળીમાં અલગ-અલગ વિભાગના પ્રોજેક્ટનું કામ કરતા તથા ઝોનલ કોન્ટ્રાક્ટરના બીલ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે. અંદાજે 70 કરોડ રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું છે અને 3 હજાર જેટલા બીલોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. 15 તારીખ પછી મુકવામાં આવેલા આશરે 1 હજાર જેટલા બીલોનું ચુકવણું હાલ બાકી છે જે ઉઘડતી કચેરીએ આવતા સપ્તાહે કરી દેવામાં આવશે.