રેનશો અને માર્શની શાનદાર બેટિંગે ઓસ્ટ્રેલિયાને લીડ અપાવી
બેંગલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ શોન માર્શ અને મેટ રેનશોની મહત્વપૂર્ણ અર્ધી સદીની મદદથી છ વિકેટે ૨૩૭ રન બનાવી ભારત સામે ૪૮ રનની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. અગાઉ ઓસ્ટ્રેલિયાની ‘ફીરકી’ની જકડમાંથી ભારત બહાર આવી શકશે ક કેમ ? ઉપરાંત ભારત ઉપર બીજી ટેસ્ટમાં પણ હારનો ખતરો ઝબુંબી રહ્યો છે.
બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ ગુમાવી ૨૩૭ રન બનાવી ૪૮ રનની લીડ મેળવી છે. મેથ્યુ વેડ ૨૫ રને અને મિશેલ સ્ટાર્ક ૧૪ રને અણનમ રહ્યા હતા. જાડેજાએ મહત્વપૂર્ણ ૩ વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યો હતો. ગઈકાલે અંતિમ સેશનમાં ૨૭ ઓવરમાં ૭૪ રન બન્યા હતા અને શોન માર્સના રૂપમાં ૧ વિકેટ પડી હતી. જે રીતે પીચની મીજાજ જોવા મળ્યો છે તે જોતા હજુ પણ બેટસમેનો માટે આ પીચ સારી હોવાનું જણાઈ રહ્યું છે અને ત્રીજા દિવસે ભારતીય બોલર ઓસ્ટ્રેલિયાને જલદી આઉટ કરી મેચમાં બની રહેવા માટે પ્રયાસો કરશે.
રેન શો અને શોન માર્શે ભારતીય સ્પીનરો સામે ધીરજ પૂર્વક બેટીંગ કરતા સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. આ દરમિયાન રેન શોએ પોતાની ત્રીજી અડધી સર્દી પુરી કરી હતી. રેન શો ૬૦ રને પહોંચ્યો ત્યારે જાડેજાએ લેગ સ્ટમ્પ ઉપર બોલ ફેંકી સહાના હાથે સ્ટમ્પીંગ કરાવ્યું હતું. શોર્ન માર્શે પણ ધૈર્યપૂર્ણ બેટીંગ કરી હતી અને રેન શો સાથે ૫૦ રનની ભાગીદારી નોંધાવી હતી.
માર્શે પીટર હેન્ડસકોમ્બ સાથે મળી ૨૬ રન જોડયા હતા. ટી બ્રેક પહેલા ઓસ્ટ્રેલિયાએ ૧૬૩ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ વેડ અને માર્શ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૫૭ રનની ભાગીદારી નોંધાઈ હતી. દિવસની રમતના અંતે ગઈકાલે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૬ વિકેટ ૨૩૭ રન પહોંચાડયો હતો. ૬ વિકેટ ગુમાવ્યા બાદ મેદાન પર રહેલા બંને ખેલાડીઓએ આજે ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર આગળ ધપાવ્યો હતો.